મેઘ મહેર:દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં હળવો વરસાદ, ચાર તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

સુરતએક વર્ષ પહેલા
દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો
  • દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 32માંથી 31 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ અને માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.

ભારે વરસાદથી ચલથાણ હાઈવે પર મસમોટું ગાબડું પડ્યું
ભારે વરસાદથી ચલથાણ હાઈવે પર મસમોટું ગાબડું પડ્યું

બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 32 પૈકી 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ઉમરપાડા, પલસાણા, ડોલવણ અને માંગરોળમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 6 તાલુકામાં આડધા ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.

ભારે વરસાદથી ધરમપુર ભૂતરૂન ખનકી પર નાળું તૂટ્યું
ભારે વરસાદથી ધરમપુર ભૂતરૂન ખનકી પર નાળું તૂટ્યું

ભારે વરસાદથી ભૂવા પડ્યા અને નાળા તૂટ્યા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. જેથી તંત્ર દ્વારા રસ્તાઓ રિપેર કરવાની કામગીરી તાલી રહી છે. જ્યારે ભારે વરસાદના કારણે પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે નેશનલ હાઈવે પર મસમોટું ગાબડું પડી ગયું છે. જ્યારે વાંસદા તાલુકાના કંબોયાથી વાંદરવેલાને જોડતા રસ્તા પર કોતર પર આવેલ પુલની હાલત જર્જરિત થઈ ગઈ છે. અગાઉના વર્ષે એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે ધરમપુરમાં આવેલા ભૂતરૂન ખનકી પરનું નાળું તૂટી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલો વરસાદ

તાલુકોવરસાદ(મિમિ)
ઉમરપાડા39
પલસાણા36
માંગરોળ31
ડોલવણ29
ગણદેવી24
ચોર્યાસી20