સુરતમાં મેઘરાજાની મહેર:અઠવા, સિટી લાઈટ, વેસુ સહિતના અનેક વિસ્તારમાં હળવો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરસાદના પગલે રસ્તાઓ ભીંજાયા. - Divya Bhaskar
વરસાદના પગલે રસ્તાઓ ભીંજાયા.
  • રાંદેર, કતારગામ, વરાછામાં પણ હળવો વરસાદ

સુરત શહેરમાં સતત બીજા દિવસે હળવો વરસાદ નોંધાયો છે. ગત રોજ સવારે ઝરમર વરસાદ બાદ આજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. અઠવા, સિટી લાઈટ, વેસુ, રાંદેર, કતારગામ, વરાછા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. હળવા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

શહેરના અનેક વિસ્તારમાં હળવો વરસાદ
સુરત શહેરમાં ગત રોજ સવારે એકાએક વાદળો ઘેરાવાની સાથે વરસાદ શરૂ થતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ થોડીવારમાં વાદળો વિખરાઇને આકાશમાંથી સૂર્યદેવતાના દર્શન થતા આકરી ગરમી પડી હતી. ત્યારે આજે ફરી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરના અનેક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. પિકઅવર્સમાં વરસાદના પગલે નોકરી-ધંધે જતા લોકોને વરસાદથી બચવા ઓથ લેવાની જરૂર પડી હતી.

બે-ત્રણ દિવસ સુરત શહેરમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ સુરત શહેરમાં હળવો વરસાદ પડી શકે છે. આજે સુરત શહેર અને જિલ્લાના સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં હળવો વરસાદ નોંધાયો છે.

લોકોએ વરસાદથી બચવા વૃક્ષનો સહારો લીધો.
લોકોએ વરસાદથી બચવા વૃક્ષનો સહારો લીધો.

કોઝવેની સપાટી 4.95 મીટર
સુરત શહેર સહિત જિલ્લામાં હળવો વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉકાઈ ડેમના કેચમેન્ટમાં પણ વરસાદ પડી રહ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 3.16.38 ફૂટ પર છે. ઉકાઈ ડેમમાંથી 1000 ક્યુસેક પાણી સતત છોડાતું રહે છે. જ્યારે ગત રોજ રાત્રે 8 વાગ્યે 13 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું હતું. હાલ તાપી નદી પરના કોઝવેની સપાટી વધીને 4.95 મીટર પર પહોંચી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...