તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surviving Wife's Life Saved In Tapi River In Surat, Husband Evicts Wife With 4 year old Daughter On Suspicion Of Character

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સુરતમાં તાપી નદીમાં આપઘાત કરવા જતી પરિણીતાનો જીવ બચાવાયો, પતિએ ચારિત્ર્યની શંકાથી 4 વર્ષની દીકરી સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકેલી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
181 અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાને બચાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
181 અભયમ હેલ્પલાઈન દ્વારા મહિલાને બચાવી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.
  • વતનમાં દિયરના તાબે ન થતાં ચારિત્ર્યની ખોટી વાતો વહેતી કરાયેલી
  • દિયરે મોર્ફ કરેલા ફોટો બતાવીને ગામમાં મહિલાને બદનામ કરી હતી

પતિએ ચારિત્ર્યની શંકા રાખીને મહિલાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. જેતી મહિલા તેની ચાર વર્ષની માસૂમ દીકરીને લઈને અમરોલી બ્રિજ પર આત્મહત્યાના ઈરાદે પહોંચી હતી. આવેલી નિ:સહાય મહિલા અને તેની 4 વર્ષની માસુમ દીકરીની વ્હારે આવી માતાપુત્રીનો જીવ બચાવ્યો હતો. એક જાગૃત્ત વ્યક્તિએ 181 અભયમને કોલ કરી જણાવ્યું હતું કે, અમરોલી બ્રિજ પાસે એક ગુમસુમ મહિલા તેના બાળક સાથે થોડા સમયથી ફરી રહી છે, જેની ઓળખ અંગે પૂછતાં કોઈ જવાબ આપતી નથી. જેથી મદદરૂપ થવા વિનંતી કરી હતી. ઉમરા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક દર્શાવેલા સ્થળે પહોંચી હતી. જ્યાં આ મહિલા સાથે વાતચીત કરી તેનો જીવ બચાવ્યો હતો.

પતિએ ઘર બહાર કાઢી મૂકેલા
ટીમ દ્વારા મહિલાની પૂછપરછ કરતા તેનું નામ સોનિયાકુમારી (નામ બદલ્યું છે) અને મૂળ બિહારની રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મહિલાએ આપવિતી જણાવતાં કહ્યું કે, 'તેના પતિએ ઝઘડો કરીને ચાર વર્ષની બાળકી સાથે ઘરમાંથી કાઢી મુક્યા છે. આઘાતના કારણે કયાં જવું તે નક્કી કરી શકતા ન હોવાથી બ્રિજ પર આપઘાત કરવાના ઈરાદા સાથે આવી છું. અભયમ ટીમે તેના સાંસારિક જીવન વિષે પૂછપરછ કરતાં મહિલાએ જણાવ્યુ કે, 'મારા લગ્નને 6 વર્ષ થયા છે, અને 4 વર્ષની દીકરી છે. પતિ સુરતમાં એમ્બ્રોઈડરીનું કામ કરે છે. જ્યારે હું બિહારમાં સાસુ-સસરા સાથે રહેતી હતી.'

વતનમાં દિયરે બળજબરી કરી
વતન બિહારમાં આવેલી જમીનની મારા દિયર દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ મેં જમીન આપવાનો ઇન્કાર કર્યો, જેથી દિયરે ઉશ્કેરાઈને ઝઘડો કર્યો અને ધમકી આપી કે મને ગામમાં રહેવાલાયક નહિ રાખે. આટલું જ નહિ, તેણે મારા મોર્ફ કરેલા અશ્લીલ ફોટો મોબાઈલના માધ્યમથી બનાવી બધાને બતાવતા જણાવ્યુ કે, તેમની વચ્ચે શારીરિક સંબંધો છે. આવા પાયાવિહોણા આક્ષેપ કરી દિયરે ગામમાં પંચ ભેગુ કર્યું, જ્યાં પંચે પણ પૂરતી તપાસ કર્યા વિના નિર્ણય લીધો કે આવી બદચલન મહિલાને ગામમાંથી કાઢી મુકવામાં આવે.

વતન છોડીને સુરત આવી
હું ગામ છોડી સુરતમાં પતિ સાથે રહેવા આવી ગઈ હતી. આટલેથી ન અટકતા દિયર છેલ્લાં 15 દિવસથી દરરોજ અજાણ્યાં નંબરોથી ફોન કરી હેરાન કરતો હતો, જેથી પતિને શંકા થઇ કે, પત્નીના ગામમા અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ છે. પતિ શંકાશીલ સ્વભાવના કારણે મને ઘરમાં રાખવા ઇચ્છતાં ન હતા, તેના રોજબરોજના ત્રાસના કારણે આખરે કોઈ બીજો વિકલ્પ ન મળતાં 4 વર્ષની દીકરી સાથે આપઘાત કરવાંના ઈરાદે અમરોલી બ્રિજ પાસે આવી હતી.'

અભયમ ટીમે સમજાવટથી કામ લીધું
અભયમ ટીમે શાંતિપૂર્વક કાઉન્સેલીંગ કરી સોનિયાકુમારીના મનમાંથી આપઘાતના વિચારો દૂર કરવા સમજાવ્યા હતાં. દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવતી જ રહે છે, પણ તેનો મક્કમતાથી સામનો કરવો જોઈએ. માસૂમ બાળકીના જીવનનો પણ વિચાર કરવો જોઈએ આમ સમજાવટથી કામ લેતાં તેને પતિ સાથે રહેવા પ્રોત્સાહિત કરી.

પતિએ ખાત્રી આપી હતી
અભયમ દ્વારા સોનિયાકુમારીના પતિને બોલાવીને તેમના નાના ભાઈ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિષે સાચી માહિતી આપી જાગૃત કરાયા અને બધી હકીકતથી રૂબરૂ કરાયા હતા, અને પતિને તેમના ભાઈ સાથે વાત કરી આગળ ક્યારેય હેરાન ન કરવા જણાવ્યું. પતિએ પણ અભયમને ખાત્રી આપી હતી કે હવેથી તેઓ શાંતિથી રહેશે.પતિએ ધરપત આપતા લાચાર મહિલા અને નાનકડી બાળકીનો જીવ બચ્યો હતો, તેમજ પરિવારનો માળો વિંખાતા બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો