8 વર્ષ અગાઉ પતિની બીજી પત્ની અને બે પૈકી એક બાળકને કોયલી ખાડીમાં નાંખી હત્યા કરવાના કેસમાં સંડોવાયેલી પહેલી પત્ની, તેનો ભાઈ, દિયર અને સાસુ સહિત કુલ 4 આરોપીને ગુરુવારે સેશન્સ કોર્ટે આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. ચારેય આરોપીઓને અગાઉ બીજી પત્ની હત્યાના કેસમાં કોર્ટ દ્વારા આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો. આમ, બે જુદા-જુદા કેસમાં આરોપીઓને બે આજીવન કેદની સજા થઈ છે. સમગ્ર કેસમાં એપીપી નિલેશ ગોળવાળા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ યાહ્યા મુખ્ત્યાર શેખએ દલીલો કરી હતી.
ફરિયાદીની બહેન સમીનબાનુના પહેલા લગ્ન સફળ ન રહેતા તેણે જબ્બારશા સાથે બીજા લગ્ન કર્યા હતા. જબ્બારશાને પહેલી પત્ની રૂકશાના અને સંતાનો પણ હતા. જોકે, આરોપી રૂકશાના અને સાસુ જમીલાને આ લગ્ન પચતા ન હતા. આથી રમઝાન માસમાં 21મી જુલાઈ, 2014ના રોજ તેઓએ જકાત લેવા માટે મહારાષ્ટ્ર જવાનું છે એમ કહીને સમીનબાનુને સાથે લઈ ગયા હતા અને આરોપીઓએ તેની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી.
બાદ સમીન બાનુ અને પતિ જબ્બારશાના બે સંતાનો એક 3 વર્ષની દીકરી અને છ મહિનાના બાળકને મારી નાંખવાનું પ્લાનિંગ આરોપી સાસુ જમીલા તેનો છોકરો અને મરનાર બીજી પત્નીનો દિયર અફઝલશા, પહેલી પત્ની રૂકશાના અને તેનો ભાઇ ઇમરાને બંને બાળકોને મારી નાંખવાના ઇરાદે કોયલી ખાડીમાં ફેંકી દીધા હતા. જેમાં છ માસના બાળકનું મોત નીપજ્યું હતું.
સોતન રૂકશાના, સાસુ જમીલા સહિત 4ને સજા
પહેલી પત્નીનું મોત ઉચ્છલ પોલીસની હદમાં થતા આ કેસ પહેલાં ચાલ્યો હતો અને આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કરાયો હતો. જ્યારે બાળકને મારી નાંખવાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાઈ હતી. તેમાં ગુરુવારે ચુકાદો આવ્યો હતો. બંને કેસની સજા આરોપીઓએ જુદી-જુદી કાપવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.