​​​​​​​સુરત RTOનું કૌભાંડ:બારોબાર લાયસન્સ મેળવનાર 10 લોકોના લાયસન્સ કાયમ માટે રદ, નવું પણ નહીં બને

સુરત8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • રાજ્યમાં પ્રથમ વખત કોઇનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરવાનો કેસ
  • આ કૌભાંડમાં અગાઉ 3 એજન્ટઅને એક આરટીઓ ઇન્સ્પેક્ટરની ધરપકડ પણ કરાઇ હતી

આરટીઓની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ બારોબાર લાયસન્સ મેળવનાર 10 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ કાયમ માટે રદ કરી દેવાયા છે.રાજ્યમાં પ્રથમ વખત કાયમ માટે લાઈસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાહનમાલિકો હવે પછી રાજ્યની કોઈ પણ આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે નહીં.

એજન્ટે 10 લોકોને બારોબાર લાયસન્સ ઇસ્યુ કરી આપ્યા
સુરત RTOના ડ્રાઈવિંગ ટ્રેક પર વાહનની ટેસ્ટ આપ્યા ‌વિના લાયસન્સ કઢાવનારા 10 વાહન માલિકના લાયસન્સ કાયમ માટે રદ કરી દેવા નોટિસ અપાઇ છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી સુરત RTO દ્વારા તમામ 10 લોકોને નોટિસ અપાઇઆવી છે કે તેઓના લાયસન્સ સસ્પેન્ડ થઇ ચુક્યા છે.આરટીઓ દ્વારા કરવામાં આવતી પાકા લાયસન્સ માટેની પ્રક્રિયાના લુપહોલનો ફાયદો ઊંચકી 10 લોકોને બારોબાર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવાના કૌભાંડમાં આરટીઓના 3 એજન્ટ અને એક ઇન્સ્પેકટરની ધરપકડ કરવામાં આવી હતી.

ડ્રાઈવિંગ નથી આવડતું તેવા લોકોએ પાસે પણ લાયસન્સ
આ કેસમાં ત્રણેય એજન્ટ અને ઇન્સ્પેકટર જામીન ઉપર બહાર છે. આખી ઘટનામાં એક ઇન્સ્પેકટર અને 3 એજન્ટોની સંડોવણી બહાર આવી હતી.બારોબાર લાયસન્સ ઈશ્યુ કરી દેવાતા જે લોકોને ડ્રાઈવિંગ આવડતું નથી તે લોકોએ પણ લાયસન્સ મેળવી લીધા હતા. પરીક્ષા આપ્યા વિના જ લાયસન્સ મેળવી કાર લઈ ફરતા 10 વ્યક્તિઓ અન્ય વાહનચાલક માટે જોખમી સાબિત થઇ શકે છે.

વર્ષ 2021માં રજિસ્ટ્રેશન, ડ્રાઇવિંગ ટેસ્ટ, અને વાહનની વિગત વગર જ લાયસન્સ બન્યા હતા
​​​​​​​સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જે તે સમયે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે નિયમ ભંગ કરીને ગેરકાયદે લાયસન્સ ઇશ્યુ કરવાની ફરિયાદ મળી હતી.જે મામલે ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. વર્ષ 2021માં અલગ-અલગ તારીખે 10 લાયસન્સ નિયમ વિરુદ્ધ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા વગર, ટેસ્ટ વગર અને વાહનની વિગત વગર જ 4 તબક્કાના વિડીયો તેમજ ટેસ્ટના સર્વર વગર જ કાઢવામાં આવ્યા હતા. પરીક્ષા જ ન આપી હોય એવા ઉમેદવાર પાસ થયાના ડેટા પુશ કરી લાયસન્સ ઈશ્યુ કરાયા હતા.

લાયસન્સ કૌભાંડમાં આ લોકોની થઇ હતી ધરપકડ
નીલેશ કુમાર ત્રિભોવનદાસ મેવાડા (આરટીઓ ઇન્સ્પેકટર)(રહે,પાલનપુર કેનાલ રોડ), સાહિલ શાહનવાઝ વઢવાણીયા, આરટીઓ એજન્ટ (રહે,ઘોડદોડ રોડ), ઇન્દ્રસિંહ ખુમાનસિહ ડોડીયા, આરટીઓ એજન્ટ (રહે,સિટીલાઈટ રોડ સુરત), જશ મેહુલ પંચાલ, આરટીઓ એજન્ટ (રહે,કેનાલ રોડ, પાલનપુર ગામ)

અન્ય સમાચારો પણ છે...