2 લાખનો કલેઇમ પકવવા એલઆઇસીના પેનલ ડોકટરે જ પોતે અક્સ્માત બાદ મોતને ભેટ્યા હોવાનો ખોટો પી.એમ. રિપોર્ટ અને મરણ દાખલો એલઆઇસીમાં રજૂ કર્યો હતો. જો કે, એલઆઇસીની સ્પોટ વિઝિટમાં આરોપી ડોકટર અને તેમની પત્નીના કારસ્તાનની પોલ ખુલી ગઈ હતી.
બુધવારે કોર્ટમાં ચાલેલા આ કેસમાં અંતિમ દલીલો બાદ દંપતીને 7-7 વર્ષની સજાનો હુકમ કર્યો હતો.સમગ્ર કાંડ ત્યારે બહાર આવ્યું હતું જ્યારે એલઆઇસીનો એક કર્મચારી સ્પોટ વિઝિટ માટે ગયો હતો અને નજીકના ગલ્લા પર ઊભો હતો ત્યારે આરોપી ડોકટરની વાત નિકળી તો પાન્ના ગલ્લાવાળાએ કહ્યું હતું કે સાહેબ! એ ક્યાં મોતને ભેટ્યાય હું તો તેમને રોજ જોઉઁ છુ.
હમણાં જ તો મારી સામે ઘરમાં ગયા છે. આ સાંભળીને અધિકારી તેમના ઘરે ગયા અને ડોર બેલ વગાડતા દરવાજો ખુલ્યો તો ડોકટર પોતે જ ઊભા હતા. સમગ્ર કાંડમાં ગુનો નોંધાયા બાદ ડોકટરે ક્લેઇમના 2 લાખ તો ભરી દીધા હતા, પરંતુ તેઓ સજાથી બચી શક્યા ન હતા. સમગ્ર કેસમા સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી.
પત્ની સહધર્મચારીણી, પતિને રોકવા જોઇએ: કોર્ટ
કોર્ટે આરોપી ડો. પકંજ અને મીના મોદીને સજા કરી હતી. કોર્ટે નોંધ્યું કે પત્ની સહધર્મચારીણી કહેવાય. એટલે કે પતિ કંઈ ખોટું કરે તો પત્નીની નૈતિક ફરજ છે કે પાછા વાળે. પરંતુ આ કેસમાં તો પત્નીએ સહયોગ આપ્યો છે. ક્લેઇમના રૂપિયા પત્નીના ખાતામાં આવ્યા છે. બંનેએ પોલીસ, હોસ્પિટલ, પાલિકા તમામને સંડોવીને પોતે કઇ હદ સુધી જઇ શકે તેમ છે તે છતું કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.