તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Letter Written To Co operation Minister Amit Shah To Pay Rs 200 Crore Subsidy To Hurricane Aid To Sugarcane Growers In South Gujarat

રજૂઆત:દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતોની 200 કરોડની સબસિડી સહિત વાવાઝોડાની સહાય ચૂકવવા સહકારીતા મંત્રી અમિત શાહને પત્ર લખાયો

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
શેરડી પકવતા ખેડૂતો માટે ખેડૂત આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
શેરડી પકવતા ખેડૂતો માટે ખેડૂત આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.(પ્રતિકાત્મક તસવીર)
  • લોન અને ઓવરડ્રાફ્ટના વ્યાજના દરમાં ઘટાડો કરવા સહકાર મંત્રી શાહને રજૂઆત

ગુજરાતમાં સહકારી મંડળીઓનું હબ ગણાતા દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી વિપત્તિઓને કારણે સહકારી પ્રવૃતિઓ ઉપર માઠી અસર થવા પામી છે. તેમજ કેન્દ્ર સરકારના સહકારી પ્રવૃતિઓ ઉપર નાંખવામાં આવેલા ઈન્કમટેક્સના કારણે વધારાનો આર્થિક બોજા પડ્યો છે. જેની સીધી અસર ખેડૂતોના ઉપર જાવા મળી રહી છે. ત્યારેખેડૂતોની હિતમાં નાંખવામાં આવેલ ઈન્કમટેક્ષ નાબૂદ કરવા, શેરડી પકવતા ખેડૂતોને લોન અને ઓવર ડ્રાફ્ટના વ્યાજ દરમાં ઘટાડો કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથેખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક દ્વારા દેશના પ્રથમ સહકારીતા મંત્રી અમિત શાહને પત્ર ઈમેલ સ્વરૂપે મોકલી રજૂઆત કરી છે.

વાવાઝોડાથી નૂકસાન થયું
સુરત જિલ્લા પંચાયતના માજી સદસ્ય અને ખેડૂત આગેવાન દર્શન નાયક દ્વારા ખેડૂતને લાગતા વિવિધ પ્રશ્નોનો હલ કરવા સહિતના મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા સુગર સહકારી મીલો ઉપર નાંખવામાં આવેલ ઈન્ક્મટેક્સના બોજા ખેડૂતોના હિતમાં નાબૂદ કરવાની સાથે આર્થિક પરિસ્થિતિના કારણે બંધ હાલતમાં પડેલ વ્યારા અને માંડવી તાલુકા વિસ્તારમાં આવેલ સુગર સહકારી મીલને આર્થિક રીતે મદદ કરી પગભર કરી ફરીથી શરૂ કરવામાં આવે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે શેરડી પિલાણકાર્ય પંદર દિવસ બંધ રહ્નાં હતું. કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે સમય મર્યાદામાં શેરડી કાપણી પુર્ણ કરવાની હોય જે થઈ શકી નથી અને 1900 એકર શેરડી ઉભી રહી જવા પામી છે. જેનું સાયણ સુગર ફેકટરીને અંદાજિત 15 કરોડનું નુકસાન થયું છે.

સુગર ફેક્ટરીઓ પર ધ્યાન આપવી જોઈએ
દર્શન નાયકે માંગણી કરી હતી કે, ગુજરાત ખાંડ ઉદ્યોગ સંઘ દ્વારા રૂપિયા 35 કિલોભાવની કરવામાં આવેલી માંગણીનો પ્રશ્ન હજુ પણ પડતર રહ્યો છે. જે પુરી કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આવેલી 15 સુગર મીલો અને ખેડૂતોને ફાયદો થાય તેમ છે. સુગર ફેકટરીઓ ઉપર આશરે 1 લાખ કુંટુબો, 10 હજાર ટ્રક, ટ્રેકટર અને ગાડાના માલિકો નિર્ભર રહેવાની સાથે 2 લાખ મજૂરોને રોજી રોટી મેળવે છે. 29 ડિસેમ્બર 2020ના પરિપત્ર મુજબ ઍક્ષપોર્ટ થતી ખાંડમાં મળતી સબસીડીમાં મેટ્રીક ટનમાં બે હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેમાં વધારો કરવાની માંગ દોહરાવી છે.

લોનના વ્યાજદર ઘટાડવા રજૂઆત
ખેડૂતોની લોનનાં વ્યાજમાં ઘટાડો કરવામાં આવે જેથીખેડૂતોની હતાશા ઓછી થાય અને સુગર ફેકટરીઓના લોન-ઓવર ડ્રાફ્ટના વ્યાજદર ઓછા હશે તો ફેકટરીની ચિંતા ઘટશે, આરબીઆઈ સતત રેપોરેટમાં ઘટાડ્યા છે. સરકાર દ્વારાખેડૂતોના અને લોકોના હિતમાં બે મહિનાથી રીઝર્વ બેન્કના રેપોરેટમાં 1 ટકા ઘટાડો કયો છે. તો બેન્કની નીતિમાં ફેરફાર કરી તેનો લાભ સહકારી સંસ્થાના માધ્યમથીખેડૂતો- પશુપાલકોને મળવો જાઈએ. 3 લાખની ઉપરનું વ્યાજ બેન્ક સ્વભંડોળ- નફામાંથી આપવુ જાઈઍ, બેન્ક દ્વારા સુગર ફેકટરીને આપવામાં આવતા ઓવર ડ્રાફ્ટ ઉપર જે તે મંડળીઓએ પૂરા વર્ષ દરમયાન જે વ્યાજ બેન્કને ચૂકવે છે તેના ઉપર ફ્કત 1 ટકા વ્યાજ ઉપર રીબેટ આપે છે જેના બદલે બેઝીક ઓવર ડ્રાફ્ટ વ્યાજ દર (9.75 ટકા) ઉપર 2 ટકા રીબેટ આપવાની માંગણી કરાઈ છે.