• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress Defamation Letter Against BJP Government, New Face Of BJP On 5 Out Of 16 Seats In Surat District, So Far 93 Forms Have Been Filed

સુરત સત્તાનો સંગ્રામ LIVE:ભાજપ સરકાર સામે કોંગ્રેસનું તોહમતનામુ, સુરત જિલ્લાની 16 બેઠક પૈકી 5 બેઠક પર ભાજપના નવા ચહેરાની વકી, અત્યાર સુધીમાં 93 ફોર્મ ઉપડ્યા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. - Divya Bhaskar
કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા.

સુરત શહેરની 12 અને જિલ્લાની 4 મળીને કુલ 16 વિધાનસભાની બેઠક માટે ભાજપના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે. જેની જાહેરાત બાકી છે. પહેલા મતદાન તબક્કામાં સુરતનો સમાવેશ હોવાથી બેથી ત્રણ દિવસમાં સુરતના ઉમેદવારોની જાહેરાત થઈ જશે. જ્યારે 16 બેઠક પૈકી 5 બેઠક પર નવા ચહેરાની જાહેરાત થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. દરમિયાન ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થતા 93 ફોર્મ ઉમેદવારો લઈ ગયા છે.

રાજકીય જાહેર ચહલપહલ દેખાવાની શરૂ
વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના નામની જાહેરાત થતાની સાથે ચૂંટણી પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે. સુરતના ઓલપાડ વિધાનસભા વિસ્તારની અંદર કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયક દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સમર્થકો સાથે અલગ અલગ ગામનો લોક સંપર્ક કરવાનો શરૂ કરી દેવાતા રાજકીય જાહેર ચહલપહલ દેખાવાની શરૂ થઈ ગઈ છે.

સુરતમાં ભાજપ સરકાર સામે કોંગ્રેસનું તોહમતનામુ
ગુજરાત કોંગ્રેસ દ્વારા રોજગારી, ભ્રષ્ટાચાર ,શિક્ષણ ,આરોગ્ય, તમામ બાબતોમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. કોંગ્રેસે ત્યારે કોંગ્રેસની સત્તા છોડી ત્યારે 18 ટકા જેટલો વૃદ્ધિદર હતો ત્યાં જ માત્ર 9 ટકા રહ્યો છે. ઓગસ્ટ 2022 માં દેશના તમામ રાજ્યોમાં ગુજરાતમાં ખાતે ચીજ વસ્તુઓનો ફુગાવો સૌથી વધુ હતો. એલપીજી સિલિન્ડરના ભાવમાં ખૂબ મોટો વધારો કરાયો છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં માત્ર ત્રણથી ચાર ટકા જેટલા જ નાણાં ખર્ચ કર્યો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષમાં શિક્ષણનું વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે.

કોંગી ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચાર શરૂ કર્યો.
કોંગી ઉમેદવારોના નામ જાહેર થતા પ્રચાર શરૂ કર્યો.

ભાજપમાંથી એક બેઠક દીઠ ત્રણ નામો મોકલાયા હતા
વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થઈ ચૂક્યું છે. જેમાં સુરત જિલ્લાની 16 બેઠકો પર પ્રથમ તબક્કામાં ચૂંટણી થશે. આ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારોના નામો ફાઈનલ કરવા માટે ગત રોજ બેઠક મળી હતી. બેઠકમાં સુરત જિલ્લામાંથી એક બેઠક દીઠ ત્રણ નામો મોકલાયા હતા. તે નામો પર ચર્ચા વિચારણ થઈ હતી. સુત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં 16માંથી 5 બેઠક પર નવા મુરતીયાના નામો પર પણ ચર્ચા થઈ હતી. જેથી આ બેઠકો પર નવા જાહેર કરવામાં આવે એવી શક્યતા છે.

ભાજપની હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી
આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનારી સુરત શહેર અને જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિદ્ધ થયા બાદ ગત રોજથી ફોર્મ વિતરણ અને ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયાનો આરંભ થયો હતો. આ આરંભ વચ્ચે હજુ સુધી કોંગ્રેસ અને આપની કેટલીક બેઠકોના ઉમેદવારો જ જાહેર થયા છે. તો ભાજપની હજુ સુધી ઉમેદવારોની યાદી જાહેર થઈ નથી.

સૌથી વધુ માંગરોળમાં 16 ઉપડ્યા, સુરત ઉત્તરમાં એકપણ ફોર્મ ન ઉપડ્યું
ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે ગત રોજથી ફોર્મ ભરવાની પ્રક્રિયા થઈ છે. ગત રોજ એક જ દિવસમાં 93 જેટલા ચૂંટણી લડવાની ઈચ્છા સાથે ઉમેદવારો ફોર્મ લઈ ગયા હતા. પ્રથમ દિવસે કુલ 93 ફોર્મ વહેંચાયા હતા. જેમાંથી સૌથી વધુ માંગરોળમાં 16 અને સૌથી ઓછા ફોર્મ સુરત ઉત્તરમાં એક પણ ફોર્મ વહેંચાયું ન હતું. જ્યારે કામરેજમાં 15, લિંબાયતમાં 12, કરંજમાં 11, ઓલપાડમાં 7, સુરત પૂર્વમાં 5, ઉધનામાં 6, સુરત પશ્વિમમાં 5, મજૂરા અને મહુવામાં 4, માંડવી, ચોર્યાસીમાં 2, બારડોલી અને કતારગામમાં 1 ઉમેદવાર ફોર્મ લઈ ગયા હતા.

આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર

  • સુરત ઉત્તર- મહેન્દ્ર નાવડિયા
  • લિંબાયત- પંકજ તયડે
  • ચોર્યાસી- પ્રકાશ કોન્ટ્રાક્ટર
  • કામરેજ- રામ ધડૂક
  • માંડવી (બારડોલી)- સાયનાબેન ગામીત
  • મહુવા (બારડોલી)- કુંજન પટેલ ધોડિયા
  • બારડોલી- રાજેન્દ્ર સોલંકીઃ
  • સુરત ઈસ્ટ- કંચનભાઈ જરીવાલા
  • માંગરોળ બારડોલી- સ્નેહલ વસાવા
  • સુરત પશ્ચિમ- મોક્ષેશ સંઘવી

કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર

  • ઓલપાડ બેઠક- દર્શન નાયક
  • કતારગામ બેઠક- કલ્પેશ વરિયા
  • કામરેજ બેઠક- નિલેશ કુભાણી
  • વરાછા બેઠક- પ્રફુલ તોગડીયા
  • સુરત પશ્ચિમ- સંજય પટવા
  • બારડોલી- પન્નાબેન પટેલ
  • મહુવા (બારડોલી)- હેમાંગીની ગરાસીયા
અન્ય સમાચારો પણ છે...