નિમણૂંક:ઓછા અનુભવવાળા ડો. દીપક હોવલે સ્મીમેરના ડીન નિમાયા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કમિટીએ 3 ઉમેદવારમાંથી પસંદગી કરી
  • ડો. દીપક બહારના, અન્ય2 ઉમેદવાર સ્થાનિક

પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ચાવીરૂપ ગણાતા ડીનના પદ માટે ઇન્ટરવ્યુમાં હાજર રહેલા ત્રણ ઉમેદવારમાંથી સૌથી ઓછો અનુભવ ધરાવતા ડો. દીપક સદાશિવ હોવલેની નિમણૂંક કરવામાં આવી છે.

કોલેજમાં કેટલાક સમયથી ડીનની જગ્યા ખાલી હતી. જેથી પાલિકાએ અરજીઓ મંગાવી હતી. જેમાં ઉમેદવાર ડો. દીપક હોવલે, ડો. દીપા ગુપ્તા, ડો. અરવિંદકુમાર પાંડે, ડો. રોહિત જરીવાલા, ડો. મોના શાસ્ત્રી અને ડો. મહંમદ ઇલ્યાસ શેખની અરજી માન્ય રાખવામાં આવી હતી.

મંગળવારે ઉમેદવારોના ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા. જેમાં ડો. મોના શાસ્ત્રી, ડો. દીપક હોવલે અને ડો. મહંમદ ઇલ્યાસ હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યૂ બાદ આખરે સિલેક્શન કમિટીએ ડો. દીપક હોવલે પર પસંદગી ઉતારી છે. ડો. દીપક હોવલેને કુલ 17 વર્ષ 7 મહિના અને 20 દિવસનો, ડો. મોના શાસ્ત્રીને 27 વર્ષ 2 મહિના અને 29 દિવસ જ્યારે મહંમદ ઇલ્યાસ શેખને સૌથી વધુ 28 વર્ષ 2 દિવસનો અનુભવ હતો. જો કે, પસંદગી કમિટીએ ડો. દીપક હોવલે પર જ પસંદગી ઉતારી હતી. ડો. મોના અને ઇલ્યાસ શેખ હાલમાં સ્મીમેરમાં જ ફરજ બજાવી રહ્યા છે, જ્યારે ડો. દીપક હોવલે સેલવાસ મેડિકલ કોલેજના ડીન હતા તથા તેમને 3 વર્ષનો અનુભવ છે.

અન્ય સમાચારો પણ છે...