• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘Legitimate Injustice’ With The Economic Capital; No High Court Bench For Tax criminal Cases, No Tribunal For GST And Revenue Cases

આર્થિક પાટનગર સાથે ‘ કાયદેસર અન્યાય’:સુરતમાં ટેક્સ-ફોજદારી કેસો માટે હાઇકોર્ટ બેન્ચ નથી, જીએસટી અને મહેસુલી કેસો માટે ટ્રિબ્યુનલ નથી

સુરત2 મહિનો પહેલાલેખક: સલીમ શેખ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આટલુ ઓછું હોય ત્યાં વકીલોની નવી કોર્ટ બિલ્ડિંગની જગ્યાને લઇને રજૂઆતો ચાલુ જ છે

સુરત રાજયનું આર્થિક પાટનગર હોવા છતાં અનેક મુદ્દે ન્યાય માટે આજે પણ અમદાવાદ જવાની ફરજ પડે છે. પછી તે GST ટ્રિબ્યુનલ હોય, ટેક્સ, ફોજદારી-સિવિલ કેસો માટે હાઇકોર્ટ બેન્ચ હોય કે મહેસુલી કેસો માટે ટ્રિબ્યુનલ હોય. કેસોના અત્યંત મહત્વના સ્ટેજ પર દક્ષિણ ગુજરાતના લોકો, વકીલો, સી.એ. સતત અમદાવાદના આંટાફેરા મારે છે. વર્ષોથી માંગણીઓ સંતોષાતી નથી. સુરતમાં હાઇકોર્ટની બેન્ચની માંગ તો 40 વર્ષથી થઈ રહી છે. ટેક્સના કેસોમાં તો કરોડોનો વ્યવહાર અટવાયો છે. એ જ સ્થિતિ GST ટ્રિબ્યુનલની છે. અનેક કેસોનો અપીલના લેવલે નિકાલ આવ્યા બાદ પણ ટ્રિબ્યુનલ જ ન હોવાથી આ કેસો અધ્ધરતાલ છે.

ઓછા ખર્ચે પક્ષકારનો ફાયદો
એડવોકેટ ટર્મિશ કણીયા કહે છે કે મહેસુલ પંચની ટ્રિબ્યુનલ સુરતમાં શરૂ થાય તો અંતરિયાળ વિસ્તારના ખેડૂતોને ફાયદો થાય એમ છે. ઓછા ખર્ચે પક્ષકારોને ન્યાય મળી શકે. અમદાવાદ જવા-આવવાનો સમય પણ બચે. હક્ક ગુમાવ્યા વગર ખરો ન્યાય મળી શકે.

જમીન મહેસુલના કેસો માટે ડાંગથી અમદાવાદ 400 કિલોમીટર સુધી લાંબા થવું પડે છે
સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસો. દ્વારા શહેરમાં જમીન-મહેસુલ માટેની ટ્રિબ્યુનલ શરૂ કરવા માગણી કરાઇ છે. આ માટે સીએમને પત્ર પણ લખાયો છે. જમીન મહેસુલના સુરત, તાપી, નવસારી, વલસાડ અને આહવાના કેસો ટ્રિબ્યુનલના સ્ટેજ પર આવે તો તેના માટે અમદાવાદ જવુ પડે છે. ડાંગ- આહવાથી અમદાવાદ 400 કિમીછે. એડવોકેટ સૂત્રો કહે છે કે જો ટ્રિબ્યુનલ સુરતમાં ફાળવાય તો નજીકના દરેક જિલ્લાના લોકોને ફાયદો છે. સુરત સાથેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દરેક જિલ્લાની સારી છે.

હાઇકોર્ટની બેન્ચની માંગણી, સાઉથ ગુજરાતથી હાઇએસ્ટ કેસ
એડવોકેટ સૂત્રો કહે છે કે દ.ગુજરાતથી સર્વાધિક કેસો હાઇકોર્ટ સુધી જાય છે.હાલ બાર એસો.ને ઉચ્ચ લેવલે રજૂઆત કરીને કહ્યુ છે કે ન્યાયમાં વિલંબ થાય છે. આરોપી નીચલી કોર્ટમાં નિર્દોષ છુટે તો આ કેસ બોર્ડ પર આવતા 15 વર્ષ લાગે છે. એડવોકેટ નરેશ ગોહિલ કહે છે કે સુરતનો આર્થિક વિકાસ જોતા અને આવનારા સમયમાં સુરતની વિકાસની સ્પિડ જોતા અહીં હાઇકોર્ટની બેન્ચ હોવી જ જોઇએ.

ITમાં ટેક્સ ના કેસ અમદાવાદ જાય છે
આવકવેરા વિભાગમાં અપીલના કેસો અહીંયા ચાલે છે. લાંબા સમયની માગણીઓ બાદ અંદાજે 20 વર્ષથી વધુના સમય બાદ શહેરને આઇટીની ‘ટ્રિબ્યુનલ મળી. પરંતુ હાઇકોર્ટ બેન્ચની માગણી હજી સંતોષાઈ નથી.

હાઇકોર્ટ બેન્ચ સુરતમાં હોવી જોઇએ
​​​​​​​​​​​​​​સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે ટેક્સ માટેની હાઇકોર્ટ બેન્ચ સુરતમાં હોવી જ જોઇએ. લાંબા સમયથી તેની માંગણી છે ટ્રીબ્યુનલ તો ચાલુ છે પરંતુ આગળ લડવા માટે હાઇકોર્ટનો સ્ટેજ આવે છે આ માટે કેસ લડવા માટે અમદાવાદ જવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...