ભાસ્કર એક્સક્લૂસિવઘોર બેદરકારી:પાલિકા કર્મચારીઓ ઓફિસો ખૂલ્લી મૂકી ગયા, સિક્યુરિટીએ સીલ માર્યાં, નાઇટ રાઉન્ડમાં લિંબાયત ઝોનની ઓફિસો ખુલ્લી મળી

સુરત3 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિક્યોરિટીએ રાત્રિ રાઉન્ડમાં ખુલ્લી ઓફિસોને સીલ મારી દીધા હતા. - Divya Bhaskar
સિક્યોરિટીએ રાત્રિ રાઉન્ડમાં ખુલ્લી ઓફિસોને સીલ મારી દીધા હતા.
  • બીજા દિવસે સીલ ખૂલે ત્યાં સુધી પેસેજમાં બેસી રહેવું પડ્યું

લિંબાયત ઝોનના કર્મીઓ ગુરુવારે સાંજે ઘરે જવાની ઉતાવળમાં રસ્તા, ટાઉન પ્લાનીંગ અને લાઇટ વિભાગની કચેરીઓને લોક કરવાનું ભુલી જતાં સિક્યોરિટી વિભાગે રાત્રિ રાઉન્ડમાં ઓફિસને સીલ મારી દીધું હતું. બીજા દિવસે ઓફિસ લોક હોવાથી 40થી વધુ ક્લેરિકલ અને એન્જિનિયરિંગ કર્મીઓ અટવાયા હતા.

ઘરે જવાની ઉતાવળમાં હવે ઓફિસ ખુલ્લી છોડાઈ રહી છે
​​​​​​​
પાલિકા અને ઝોન કચેરીઓમાં સાંજે 6.10 વાગ્યે રજાનું સાયરન વાગે છે. પણ ઘણા કર્મીઓ 10 મિનીટ પહેલાંથી જ પંચિંગ મશીન નજીક ગોઠવાઇ જાય છે. ઘરે જવાની ઉતાવળમાં હવે ઓફિસ ખુલ્લી છોડાઈ રહી છે. શુક્રવારે સવારે 8.30 વાગ્યે ક્લેરિકલ સ્ટાફને ઓફિસ સીલ હોવાને લીધે પેસેજમાં બેસવું પડ્યું હતું.

આવી બેદરકારી ઘણી વખત નુકસાની સાબિત થાય છે
રાતે રાઉન્ડ દરમ્યાન ખુલ્લી મળેલી ઓફિસો સિક્યોરિટી સ્ટાફે સીલ મારી હતી. બીજા દિવસે જ્યાં સુધી અધિકારી કોઈ ચોરી થઇ ન હોવાનું જણાવે ત્યારે જ સ્ટાફને પ્રવેશ આપવાનો હોવાથી કર્મીઓને બહાર બેસવું પડ્યું હતું. કર્મીઓની આ બેદરકારી ઘણી વખત નુકસાની સાબિત થાય છે. છેવટે સિક્યોરિટી વિભાગની જવાબદારી નક્કી કરી લેવાતી હોવાથી સીલ કાર્યવાહી કરી હતી. > જાગૃત નાયક, ચીફ સિક્યોરિટી અધિકારી, પાલિકા

અન્ય સમાચારો પણ છે...