તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી પર્યુષણ પર્વ:જૈનસંઘોમાં 10મી સુધી વ્યાખ્યાનમાળા, તપ, 8 દિવસ સુધી પ્રતિક્રમણ અને મહાસૂત્રનું વાંચન કરાશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાંદેરરોડ શ્રી શંખેશ્વર પાશ્વનાથ દેરાસરમાં ભગવાનની પ્રતિમાને સુંદર આંગીની રચના કરાઇ હતી. - Divya Bhaskar
રાંદેરરોડ શ્રી શંખેશ્વર પાશ્વનાથ દેરાસરમાં ભગવાનની પ્રતિમાને સુંદર આંગીની રચના કરાઇ હતી.
  • 1000થી પણ વધુ અઠ્ઠાઈ તપ-આરાધના થવાની શક્યતા

શ્રાવણ વદ-11 એટલે કે 3 સપ્ટેમ્બરને શુક્રવારથી જૈનોના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થશે. જે 10 સપ્ટેમ્બરે પૂર્ણ થશે. આગામી 8 દિવસો સુધી શહેરભરના જૈન સંઘોમાં ગુરુ ભગવંતોનાં વ્યાખ્યાનો ઉપરાંત તેમની નિશ્રામાં આરાધકો તપની આરાધના કરશે. પર્યુષણમાં પ્રતિક્રમણ કરાશે. પર્યુષણના 8 દિવસ સુધી જૈનસંઘોમાં ધર્મ પ્રવચનો દરમિયાન મહાસૂત્રનું વાંચન કરાશે. પાંચમા દિવસે પ્રભુ મહાવીરના જન્મનું વાંચન કરાશેે અ્ને સંવત્સરીના દિવસે આ પવિત્રસૂત્રનું પઠન કરવામાં આવશે.

મૂળમાર્ગી ત્રિસ્તુતિક જૈન સંઘ સંચાલિત રાજેન્દ્રસૂરિ ગુરૂમંદિર, અડાજણ મધ્યે રાષ્ટ્રસંત આચાર્ય જયંતસેન સૂરીશ્વરજીના શિષ્ય મુનિરાજ વૈભવરત્ન વિજયજીની નિશ્રામાં પર્યુષણ પર્વની શરૂઆત કરવામાં આવી રહી છે.વિવિધ આરાધના અંતર્ગત આ વર્ષે મુનિજીની પ્રેરણાથી ઐતિહાસિક એવી લગભગ 1000થી પણ વધુ અઠ્ઠાઈ તપ આરાધના થઈ શકે છે તેમજ 8 દિવસ સુધી 64 પ્રહરી પૌષધની પણ આરાધના મોટી સંખ્યામાં થઇ શકે છે. પર્યુષણના 8 દિવસ દરમ્યાન મુનિરાજ વિશિષ્ટ પ્રવચન કરશે. શહેરના અન્ય જૈનસંઘોમાં 3 સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર સુધી યોજાનારા કાર્યક્રમમાં ઉમરા જૈનસંઘમાં પર્યુષણ મહાપર્વની આરાધના કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...