• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Leaving Her Husband Four Months Ago In Surat, The Pregnant Woman Gave Birth To A Child And Breathed Her Last, Becoming Schmeier's Sister For The Newborn

મમતા:સુરતમાં પતિ છોડીને જતો રહ્યો, ને સગર્ભાએ બાળકને જન્મ આપી અંતિમ શ્વાસ લીધા, સ્મીમેરના ડોક્ટર-નર્સ રાખે છે નવજાતની સંભાળ

સુરત23 દિવસ પહેલા
નિરાધાર નવજાતની માતા યથોદાની જેમ સ્મીમેરમાં પરિચારિકાઓ સુશ્રૂષા કરી રહી છે.
  • નવજાતને જન્મ આપી ફાની દુનિયા છોડનાર માતાના પીએમની કાર્યવાહીમાં પોલીસના હ્રદય દ્રવી ઉઠ્યા
  • માતાનો મોત અને પિતા વગરના ત્રણેય બાળકોને અનાથાશ્રમમાં મૂકવા તજવીજ હાથ ધરવામાં આવી છે

સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ સગર્ભા પત્નીને અને બે સંતાનોને નોધારા છોડીને નાસી ગયો હતો. બાદમાં પત્નીએ નવજાત બાળકને જન્મ આપીને ફાની દુનિયા છોડી દેતા નવજાત સહિતના ત્રણેય બાળકો પરથી મા-બાપની છત્રછાયા છીનવાઈ ગઈ હતી. જો કે, નવજાતની દેખરેખ માટે સ્મીમેર હોસ્પિટલની સિસ્ટર જ હાલ જશોદા બનીને પાલનપોષણ કરી રહી છે. જો કે, નવજાતને જન્મ આપીને અલવીદા કરનાર માતાના પીએમની કાર્યવાહી દરમિયાન પોલીસના હ્રદય પણ દ્રવી ઉઠ્યાં હતાં.

હાલ નવજાત સહિતના ત્રણ ભાઈ બહેનો નોધારા થઈ ગયાં છે.
હાલ નવજાત સહિતના ત્રણ ભાઈ બહેનો નોધારા થઈ ગયાં છે.

ત્રણ સંતાનો નોધારા થયાં
મળતી વિગતો અનુસાર વાત કરીએ તો લસકાણા ડાયમંડનગરમાં રહેતા પતિ કનૈયાલાલ ચાર માસ અગાઉ આખા પરિવારને તરછોડી ક્યાંય ચાલ્યો હતો. આ સમયે પત્ની રંજનદેવી કનૈયાલાલ સિંહ ગર્ભવતી હતી. બે બાળકોને અને ગર્ભમાં ઉછરતા બાળકને તેઓ ઉછેરી રહ્યાં હતાં. જો કે, શનિવારે બપોરે સગર્ભાવસ્થાના આઠમા મહિને રંજનદેવી ને પ્રસૂતિની પીડા બાદ સ્વિમેર લવાયા હતા.જ્યાં રંજનદેવીનું મોત થતાં બન્ને બાળક 12 વર્ષીય પુત્રી તથા 10 વર્ષીય પુત્ર અનાથ આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.માસૂમોની આ અવસ્થા જોઈ મૃતક મહિલાની પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવા આવેલી પોલીસનું હૃદય પણ દ્રવી ઊઠ્યું હતું.

બાળકને NICUમાં રાખીને મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવે છે.
બાળકને NICUમાં રાખીને મિલ્ક બેંકમાંથી દૂધ આપવામાં આવે છે.

બાળકોનું કોઈ સ્વજન નથી
આ મામલે તપાસકર્તા સરથાણા પોલીસ મથકના પીએસઆઈ એચ એલ. જેબલીયાએ જણાવ્યું હતું કે, નવજાત બાળકી સહિતના ત્રણેય બાળકોનું હાલ સુરતમાં કોઈ સ્વજન નથી, જેથી આ બાળકોને બિહારમાં રહેતા તેમના સ્વજનો સુધી પહોંચાડવા પોલીસે પ્રયાય કર્યો હતો. મૃતક રંજનદેવીની બહેનનો પોલીસે સંપર્ક કર્યો હતો. પોલીસે તેણીને સુરત આવવા અને સુરતથી પરત બિહાર જવાની ટિકિટના પૈસા તથા સુરતથી બાળકોને તથા રંજનદેવીના મૃતદેહને વતન લઈ જવા માટેની એમ્બ્યુલન્સના ભાડાના રૂપિયા આપવા સુધીની તૈયારી બતાવી હતી, પરંતુ શરૂમાં સુરત આવવા માટે તૈયાર રંજનદેવીની બહેને બાદમા ઇન્કાર કરી લીધો હતો. જેને પગલે માસૂમોને એકબીજાથી વિખૂટા પડવાનો વારો આવ્યો છે.

જ્યાં સુધી બાળકની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી સ્મીમેરના સ્ટાફે ઉઠાવવા તૈયારી દાખવી છે.
જ્યાં સુધી બાળકની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સાચવવાની જવાબદારી સ્મીમેરના સ્ટાફે ઉઠાવવા તૈયારી દાખવી છે.

સ્મીમેરનો સ્ટાફ બન્યો જશોદા
નવજાત બાળકીને સ્મીમેરમાં રાખવામાં આવી છે. તેણીને માતાના ધાવણની જરૂર હોય સ્મીમેર સ્થિતિ મિલ્ક બેંકમાથી ધાવણની વ્યવસ્થા કરી અહીના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ તેણીની સાર-સંભાળ રાખી રહ્યા છે. પાચથી સાત દિવસ સુધી પોલીસ રજનદેવીના સંબંધીઓની રાહ જોશે. જો તેઓ મૃતદેહનો કબજો સ્વીકારવા નહીં આવે તો જરૂરી કાર્યવાહી કરી પોલીસ અતિમ વિધિ કરશે.

બાળકની રાઉન્ડ ધ કલોક દેખરેખ રાખવામાં આવી રહી છે.
બાળકની રાઉન્ડ ધ કલોક દેખરેખ રાખવામાં આવી રહી છે.

જશોદા બની ફરજ નિભાવીશું-સ્ટાફ
પરિચારીકા જીગીષા પટેલએ જણાવ્યું કે, માતાનું અવસાન થયું છે અને બાળકને રાખવાવાળું કોઈ નથી. હાલ એનઆઈસીયુમાં અમે સંભાળ રાખી રહ્યાં છીએ. તેના પિતા ન હોવાથી આ બાળકના બે ભાઈ બહેનને અનાથાશ્રમમાં મૂકવાની કામગીરી ચાલી રહી છે. હાલ બે બાળકોને દૂધ પીવડાવવાથી લઈને તમામ પરિચારીકાઓ બાળકનું તમામ ધ્યાન રાખીએ છીએ. જ્યાં સુધી આ બાળકની કોઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમે ફરજ બજાવીશું.