લાઈનમાં ભંગાણ:અલથાણમાં પાણીની લાઈનમાં લીકેજ, આજે અઠવા, સેન્ટ્રલ-ઉધનામાં પુરવઠો ખોરવાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
10થી વધુ પંપ લગાડીને પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે. - Divya Bhaskar
10થી વધુ પંપ લગાડીને પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે.
  • સરથાણા, અલથાણ, વેસુ અને કોટ-ઉધના વિસ્તારના 15 લાખ લોકોને અસર થશે
  • રીપેરીંગ કાર્ય હાથ ધરાયું, લીકેજ 14 ફુટ નીચે હોવાથી પાણી કાઢવા માટે 10 પંપ લગાડાયા

અલથાણ વિસ્તારમાં પાલિકાની પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતાં આજે સંભવત અઠવા, સેન્ટ્રલ અને ઉધના ઝોનનાં કેટલાક વિસ્તારમાં પાણી મળવાની શક્યતા નહિવત્ છે. જેના કારણે આ વિસ્તારોનાં 15 લાખ લોકોને અસર થવાની સંભાવના છે.

અલથાણ જળ વિતરણ મથકમાં કેમ્પસમાં 1000 એમએમની પાણીની લાઈન લીકેજ થઈ છે. સૌથી વધુ અસર અઠવા ઝોન વિસ્તારમાં અને ત્યાર બાદ સેન્ટ્રલ અને ઉધના વિસ્તારનાં લોકોને થશે. પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે રીપેરીંગ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જો કે, લિકેજ થયેલી લાઈન 14 ફુટ નીચે હોવાથી પાણી કાઢવામાં ભારે જેહમત કરવી પડી રહી છે. જેથી 10થી વધુ પંપ લગાડી પાણી કાઢવાની કામગીરી કરવામા આવી રહી છે.

કાલે સોમવારે વહેલી સવાર સુધી રીપેરીંગ કામ ચાલે તેવી શક્યતા છે. જેના કારણે સરથાણાથી ખટોદરા થઈ અલથાણ, વેસુ અને કોટ વિસ્તાર તથા ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે. આમ તો રવિવારે સાંજે પણ આ વિસ્તારોમાં પાણી સપ્લાય ખોરવાયો હતો. જેના કારણે સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને જરૂરિયાત મુજબ પાણી સંગ્રહ કરી રાખવા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...