• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Leaders Will Go From Surat In 350 Vehicles To Go To The Worker Convention Under The Chairmanship Of Rahul Gandhi In Ahmedabad

કોંગ્રેસ સક્રિય થઈ:અમદાવાદમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કાર્યકર સંમેલનમાં જવા સુરતથી 350 વાહનોમા નેતાઓ જશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદના કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી હતી - Divya Bhaskar
કોંગ્રેસના નેતાઓ દ્વારા અમદાવાદના કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવી હતી
  • રીવર ફ્રન્ટ ખાતે મારૂ બુથ મારુ ગૌરવ કાર્યકર સંમેલન યોજાશે

વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ નીરસ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે પાંચમી સપ્ટેમ્બરના રોજ બુથસ્તરના કાર્યકર સંમેલન મારુ બુદ્ધ મારુ ગૌરવ નું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સુરત થી 350 જેટલા વાહનો બુક કરવામાં આવ્યા છે જેમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ અમદાવાદ જશે.

પરિવર્તન સંકલ્પ સંમેલન યોજાશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈષદભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પરિવર્તન સત્યાગ્રહમાં રાહુલજી ભાગ લેશે અને કાર્યકરોને સંબોધિત કરશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ પ્રદેશ કમિટી સ્ક્રિનિંગ કમિટી આવનાર ચૂંટણીમાં ઉમેદવારો ચયન માટેના માપદંડો નક્કી કરવા માટે મિટિંગ યોજશે. બુથ યોદ્ધાઓથી જ ચૂંટણી જીતી શકાય તેમ હોવાથી રાહુલજી દરેક કાર્યકરમાં જોશ જગાડવાનું કામ કરશે.

અત્યારથી વાહનો બુક કરાયા છે
​​​​​​​
હસમુખ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીજીના સંમેલનમાં જવા માટે અત્યારથી જ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. 300 થી 350 વાહનો બુક કરી દેવામાં આવ્યા છે. સાથે બે પ્રાઇવેટ લક્ઝરી બસ પણ બુક કરવામાં આવી છે. 750 અદાધિકારી અને કાર્યકરો કોંગ્રેસના આ સંમેલનમાં જશે.

અન્ય સમાચારો પણ છે...