મંત્રીઓની શૈક્ષણિક કારકિર્દી:સુરતમાંથી પ્રધાન મંડળમાં સ્થાન પામેલા નેતાઓ માત્ર ધોરણ 8 અને 10 પાસ, એજ્યુકેશનનો મુદ્દો ફરી ચર્ચામાં

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરતની મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંધવીને રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે. - Divya Bhaskar
સુરતની મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંધવીને રાજ્યકક્ષાના ગૃહમંત્રી બનાવવામાં આવ્યાં છે.
  • હર્ષ સંઘવી 8 અને વિનુ મોરડીયા 10 ભણેલા હોવાથી અભ્યાસનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો

ગુજરાત રાજ્યના નવનિર્મિત મંત્રીમંડળમાં સુરતનો દબદબો જોવા મળી રહ્યો છે. મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનુ મોરડીયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે. મંત્રીમંડળમાં સ્થાન મળતા આનંદ છવાયો છે. પરંતુ સાથે સાથે ચર્ચા એ શરૂ થઈ છે કે, આ બંને મંત્રીપદ મેળવનાર ધારાસભ્યોનું શૈક્ષણિક કારકિર્દી ખૂબ ઓછી છે.

કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનુ મોરડિયાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણનું ખાતું આપવામાં આવ્યું છે.
કતારગામ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિનુ મોરડિયાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણનું ખાતું આપવામાં આવ્યું છે.

શેક્ષણિક મુદ્દો ચર્ચામાં આવ્યો
મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. માત્ર ધોરણ-8 સુધી જ શૈક્ષણિક લાયકાત ધરાવનાર યુવા નેતાને મંત્રી પદ આપવામાં આવ્યું છે. જ્યારે બીજી તરફ કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડીયા માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. શૈક્ષણિક લાયકાતની રીતે જોઈએ તો ખુબ જ ઓછો અભ્યાસ કર્યું હોવાનું માલુમ પડે છે. સરકારના મહત્વના પદ ઉપર બેઠેલા વ્યક્તિઓ જ્યારે ઓછી લાયકાત ધરાવતા હોય છે. ત્યારે સ્વાભાવિક રીતે જ અનેક પ્રશ્નો સર્જાતા હોય છે. રાજ્યની સ્થિતિ અનુરૂપ કાયદાકીય કે શૈક્ષણિક રીતે કે આરોગ્યલક્ષી જ્યારે મહત્વના નિર્ણય કરવામાં આવતા હોય છે, ત્યારે ખૂબ જ ઓછા અભ્યાસ ધરાવતા નેતાઓનો નિર્ણય પ્રજા ઉપર લાગુ પડે છે. તેવી ચર્ચા શહેરમાં ચાલી રહી છે.

અગાઉ કાનાણી ચર્ચામાં રહેતા હતા
વિખેરી નાખવામાં આવેલા પ્રધાનમંડળમાં સુરતમાંથી એકમાત્ર કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન હતાં. તે વખતે તેમના ઓછા એજ્યુકેશનને લઈને સતત વિપક્ષ સહિતના લોકો ચર્ચા કરતાં હતાં. ત્યારે ફરી બન્ને નેતાઓના ઓછા એજ્યુકેશનને લઈને ચર્ચા શરૂ થઈ છે. પરંતુ રાજકારણમાં જ આ બાબત અપવાદરૂપ જોવા મળી રહી છે. રાજકીય ફલક ઉપર આવા ઓછા અભ્યાસ કરેલા વ્યક્તિઓ પણ મોટા પદ ઉપર આવી જતા હોય છે. ધોરણ 8 અને ધોરણ10 ભણનારા ધારાસભ્ય જ્યારે સત્તાના મહત્વના પદ પર હોય છે. ત્યારે તેના પ્રતિકૂળ પરિણામો પણ જોવા મળતા હોય છે.