માનહાનિનો કેસ:આવતીકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં ત્રીજી વખત હાજર રહેશે, ગુજરાતના પ્રભારી સહિતના નેતાઓ પહોંચ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા. - Divya Bhaskar
રાહુલ ગાંધી આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સહિતના નેતાઓ સુરત પહોંચ્યા.
  • રાહુલ ગાંધી આવતીકાલે બપોરે બે વાગ્યે સુરત એરપોર્ટથી સીધા કોર્ટમાં હાજરી આપવા પહોંચશેઃ અમિત ચાવડા

રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભાના મંચ ઉપરથી તમામ મોદી ચોર હોય છે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જેને લઇને સુરતના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેને લઇને રાહુલ ગાંધી સામે આ કેસમાં તેમના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાહુલ ગાંધી બે વખત માનહાનિ કેસમાં સુરત હાજર રહી ચૂક્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે કોર્ટમાં હાજર રહેવાના હોવાથી કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સુરત પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની હાજરીને લઈને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થાય એ પ્રકારના આયોજન કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું હતું
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી ઉપર નિશાન તાકતા તેમણે દેશના કૌભાંડોની વાત જાહેર મંચ ઉપરથી કરી હતી. તે સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યા હતા તેમાં નીરવ મોદી અને લલિત મોદીનું નામ પણ બહાર આવ્યું હતું. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું કે આ તમામ કૌભાંડીઓ અને ચોરોના નામ પાછળ ની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં તે જ ઘરના મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચ્યા.
અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના નેતાઓ સુરત પહોંચ્યા.

અગાઉ બે વખતે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે
સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનિનો કેસ સુરત કોર્ટની અંદર દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષ દ્વારા આ સમગ્ર કેસની અંદર વધુ સાક્ષીઓના તપાસ થવી જોઇએ એ પ્રકારની હાઇકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે મંજૂર કરતાં અન્ય બે જેટલા સાક્ષીઓના નિવેદન લેવાયા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને ફરી પોતાનું વધારાનું નિવેદન આપવા માટે હાજર રહેવાનો હુકમ કર્યો છે.

અગાઉ પણ રાહુલ ગાંધી સરુત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.
અગાઉ પણ રાહુલ ગાંધી સરુત કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે.

રાહુલ ગાંધીને પરેશાન કરવા માટે ખોટેખોટા કેસો દાખલઃ અમિત ચાવડા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી સામે ખોટા કેસ સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને પરેશાન કરવા માટે ખોટેખોટા કેસો દાખલ કરવામાં આવી અને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. ભાજપના શાસકો દેશના બંધારણના હકો છે તે પણ લેવાનો પ્રયાસ કરે છે. રાહુલ ગાંધી ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખીને ભાજપની ખોટી નીતિઓને સામે લડી રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે બપોરે બે વાગ્યે સુરત એરપોર્ટથી સીધા કોર્ટમાં હાજરી આપવા પહોંચશે.

રાહુલ ગાંધીના આગમન પહેલાં કોંગ્રેસના નેતાઓની બેઠક.
રાહુલ ગાંધીના આગમન પહેલાં કોંગ્રેસના નેતાઓની બેઠક.