તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:સિવિલમાં વકીલનો રિપોર્ટ પોઝિટિવ, ખાનગીમાં નેગેટિવ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના બે જુદા-જુદા રિપોર્ટથી આશ્ચર્ય

શહેર જિલ્લામાં કોરોનાને લીધે ફફડાટ છે ત્યારે એક જ ટેસ્ટિંગ લેબમાંથી એક જ વ્યક્તિના બે અલગ અલગ રિપોર્ટ આવ્યા હોવાનો ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. જિલ્લા ન્યાયાલયમાં પ્રેક્ટિસ કરતાં વકીલ મિલન ટેલરે પહેલાં એન્ટીજન ટેસ્ટ કરાવ્યો તો તે નેગેટિવ આવ્યો ત્યારબાદ સિવિલમાં RT-PCR કરાવ્યો તે પોઝિટિવ આવ્યો હતો. જો કે, આ સાથે તેઓએ બીજો એક RT-PCR ખાનગી લેબમાં કરાવ્યો તેે નેગેટિવ આવ્યો હતો.

અન્ય બનાવમાં અડાજણના ભગવતીભાઈ ખલાસી નામના 54 વર્ષીય આધેડનો 10 તારીખે ધન્વંતરી રથમાં રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો તે પોઝિટિવ આવ્યો હતો. તા.12મીએ ફરી ધન્વંતરિ રથમાં રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો.

આ વખતે RT-PCR રિપોર્ટ કાઢતા નેગેટિવ આવ્યો હતો. અન્ય બનાવમાં આ મામલે મનપા અધિકારી કહે છે કે, રેપીડ ટેસ્ટમાં અને RT-PCR રિપોર્ટમાં ફેર હોય શકે છે. રેપીડમાં કોરોના લોડ ઓછો હોય અને ફરી RT-PCR કરતા સચોટ સ્ટેટ્સ મળ્યું હોય એવું બની શકે.

અન્ય સમાચારો પણ છે...