ચૂંટણી રિઝલ્ટ:સુરત જિલ્લા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રમેશ કોરાટની જીત, ઉપપ્રમુખ પદે સંકેત દેસાઇનો ‌વિજય

સુરતએક મહિનો પહેલા
વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.
  • પ્રમુખ પદ માટે ત્રણ અને ઉપપ્રમુખ પદ માટે ચાર વકીલ ઉમેદવારો હતા

સુરત જિલ્લા વકીલ મંડળની આજે યોજવામાં આવેલી ચૂંટણીમાં 3520માંથી 2646 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રમુખ પદ માટે ત્રણ અને ઉપપ્રમુખ પદ માટે ચાર વકીલો ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. જેમાંથી વકીલ મંડળની યોજાયેલી ચુંટણીમાં નવા પ્રમુખ તરીકે રમેશ કોરાટની જીત થઇ છે. જ્યારે ઉપપ્રમુખ પદે સંકેત દેસાઇનો ‌વિજય થયો છે.

સમર્થકો દ્વારા ઢોલ-નગારા સાથે ‌વિજય સરઘસ કાઢ્યું
વકીલ મંડળની યોજાયેલી ચુંટણીમાં નવા પ્રમુખ તરીકે રમેશ કોરાટની જીત થઇ છે. જ્યારે ઉપપ્રમુખ પદે સંકેત દેસાઇનો ‌વિજય થયો છે. આ ઉપરાંત જનરલ સેક્રેટરી તરીકે ચૈતન્ય પરમહંસ, જોઇન્ટ સેક્રેટરી પદ ઉપર ‌હિતેન ‌‌શિંગાળા જ્યારે ખજાનચી પદ ઉપર યાહ્યા શેખ ચુંટાઇ આવ્યા છે. આજે વહેલી સવારથી કોર્ટમાં ચુંટણીનો માહૌલ જામ્યો હતો. શરૂઆતના તબક્કામાં ‌નિરસ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે બપોરે 3 વાગ્યા બાદ છેલ્લા રાઉન્ડમાં સૌથી વધુ મતદાન થયું હતું. 3520 નોંધાયેલા વકીલો પૈકી 2646 વકીલોએ મતદાન કર્યું હતું. ‌પ‌રિણામ જાહેર થતાની સાથે જ સમર્થકોએ નવ ‌નિયુક્ત પ્રમુખ રમેશ કોરાટને વધાવી લીધા હતા. આ સાથે અન્ય પદ પર ચુંટાઇ આવેલા સભ્યોને અ‌‌ભિનંદન પાઠવ્યા હતા. મોડી સાંજે સમર્થકો દ્વારા ઢોલ-નગારા સાથે ‌વિજય સરઘસ કાઢ્યું હતું.

વકીલો મતદાન કરવા માટે ભારે ઉત્સાહમાં જેવા મળ્યા.
વકીલો મતદાન કરવા માટે ભારે ઉત્સાહમાં જેવા મળ્યા.

પ્રમુખ પદ માટે રમેશ કોરાટ, રમેશ શિંદે તથા દીપક કોકસે ઉમેદવાર હતા
સુરત જિલ્લા વકીલ મંડળના વર્ષ 2022ની ચૂંટણી આજે યોજાઈ હતી. આજે સવારથી સિનીયર વકીલો અને જુનિયર વકીલો મતદાન કરવા માટે ભારે ઉત્સાહમાં હોય સવારથી જ લાઈનમાં ઊભા રહ્યા હતા. પ્રમુખ પદ માટે સિનીયર એડવોકેટ રમેશ કોરાટ, રમેશ શિંદે તથા દીપક કોકસે દાવેદાર હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે રાજેશ બારૈયા, રાજેશ સોલંકી, મંગલા એસ પટેલ, સંકેત દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી. જનરલ સેક્રેટરી પદ માટે વકીલ ચૈતન્ય એન પરમહંસ, હિમાંશુ પટેલ મેદાનમાં હતા. જોઈન્ટ સેક્રેટરી પદ માટે હિતેન કે શિંગાળા, સાગર વેલ્હી, મોના પંડ્યા અને ખજાનચી પદ પર ચાર એડવોકેટોએ ઉમેદવારી નોંધાવી હતી.