તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:કોરોનાના દર્દીઓનું માનસિક તાણ દુર કરવા માટે લાઈબ્રેરી શરૂ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અટલ સંવેદના આઇસોલેશન સેન્ટરમાં શરૂ થઈ

શુક્રવારે અલથાણ કોમ્યુનિટી હોલના અટલ સંવેદના આઇસોલેશન સેન્ટર ખાતે પુસ્તક લાઈબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે. કોરોના પોઝિટિવ દર્દીઓને દવા અને સારવાર તો મળી રહે છે પણ વોર્ડ કે આઇસોલેશન સેન્ટર ખાતે તેઓ એકલતા અનુભવતા હોય છે. જેના કારણે તેમની એકલતા દુર કરવા માટે આ પ્રયાસ કરાયો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામના ટ્રસ્ટની લાઈબ્રેરીની શરૂઆત કરાઈ છે. દાખલ દર્દીઓની માનસિક તાણ દૂર કરવા અને સ્વસ્થ રહેવા માટે લાઇબ્રેરીમાં ધાર્મિક અને આધ્યાત્મિક એવાં અનેક પુસ્તકો રાખવામાં આવ્યા છે જે વાંચનથી દર્દીનો સમય પણ પસાર થશે. અને માનસિક તણાવ દૂર થશે તેમજ જ્ઞાન પ્રાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...