તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:સુરતમાં ફરિયાદોના ઉકેલ માટે મેયર  ડેશબોર્ડની શરૂઆત, ટોલ ફ્રી નંબર દ્વારા ફરિયાદ આવતા ઉકેલ લવાશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાણી ભરાયાથી લઈને ઝાડ પડવાના પ્રશ્નોનું પણ ડેશ બોર્ડ મારફતે સમાધાન લાવવા કોશિષ થશે. - Divya Bhaskar
પાણી ભરાયાથી લઈને ઝાડ પડવાના પ્રશ્નોનું પણ ડેશ બોર્ડ મારફતે સમાધાન લાવવા કોશિષ થશે.
  • સીધા ટોલ ફ્રી નંબર દ્વારા અમારો સંપર્ક કરી શકશે

સુરત શહેરના શાસકો દ્વારા શહેરીજનોની વિવિધ પ્રશ્નોના ફરિયાદમાં માટે મેયર ડેશબોર્ડની રચના કરવામાં આવી છે. ડેશ બોર્ડ ઉપર આવતી ફરિયાદ ઉપર સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ અને શાસક પક્ષના નેતા દ્વારા મોનિટરિંગ કરાશે. જે પણ ફરિયાદ મળે તે ફરિયાદને ઝડપથી ઉકેલ લાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવશે. શહેરીજનો પોતાની વિસ્તારની પ્રાથમિક સુવિધા અંગેની કોઈપણ ફરીયાદ હશે તો ટોલ ફ્રી નંબર મારફતે નોંધાવી શકશે.

ડેશબોર્ડ પર મોનિટરિંગ કરી ઉકેલ લવાશે
ચોમાસુ શરૂ થવાને ધ્યાનમાં રાખીને પ્રથમ તબક્કામાં મોનસુન સંબંધિત ફરિયાદો લેવામાં આવશે અને તેનો ઉકેલ લાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. ચોમાસા દરમિયાન મહદંશે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યા ઓ વધી જતી હોય છે. તેમ જ ઘણી વખત ડ્રેનેજના પાણીના કારણે સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીનો ભરાવો થતો હોય છે. તેમજ પુરપાટ પવન સાથે આવતા વરસાદને કારણે વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે આવી તમામ બાબતો અંગેની માહિતી ટોલ ફ્રી નંબર મારફતે નોંધાવાની રહેશે જે ડેશબોર્ડ પર દેખાશે અને ત્યારબાદ તેનું મોનિટરિંગ કરીને ઉકેલ લાવવામાં આવશે.

ડેશ બોર્ડ મારફતે નાગરિકોની સમસ્યા પર સતત વોચ રખાશે
ડેશ બોર્ડ મારફતે નાગરિકોની સમસ્યા પર સતત વોચ રખાશે

ટીમ દ્વારા નજર રખાશે
ડેશબોર્ડ મારફતે મોનીટરીંગ ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવશે. કયા ઝોનમાં કઈ ફરિયાદ આવી રહી છે. સૌથી વધુ કઈ ફરિયાદો કયા બાબતની છે. જેમ કે સ્ટ્રીટલાઈટ, વરસાદી પાણી, બિસ્માર રસ્તાઓ વગેરે જેવી અલગ અલગ હોવાની ફરિયાદો ઉપર કામ થશે. બીઆરટીએસ બસ સેવા, સિટી બસ સેવા, ડ્રેનેજ સિસ્ટમ અંગે, વોટર સપ્લાય ડોર ગાર્બેજ સેવા જેવી વિવિધ સુવિધાઓ આ અંગે કોઇ પણ ફરિયાદ હોય તો મેયર ડેશબોર્ડ પર નોંધાશે. આ ઉપરાંત વ્હિકલ ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ આ અંગે દરેક ઝોનમાં રોજની આવક વિશેની પણ માહિતી ડેશબોર્ડ પર આપવામાં આવશે.

કોઈપણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે
કોઈપણ સમસ્યા હોય તેનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે

પાણી ભરાયાની સમસ્યા પણ મૂકી શકાશે
સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, શહેરીજનોને સુવિધાઓ અંગે કોઈપણ મુશ્કેલી હોય તો તેઓ સીધી ફરિયાદ નોંધાવી શકે તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશેષ કરીને અત્યારે ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં ચોમાસા વરસાદી પાણીને લઇને અનેક ફરિયાદો સામે આવતી હોય છે. જે પણ વિસ્તારમાં ફરિયાદ હોય તે સીધા ટોલ ફ્રી નંબર દ્વારા અમારો સંપર્ક કરી શકે છે. તેમની ફરિયાદ આવ્યા પછી અમારી મોનીટરીંગ ટીમ તાત્કાલિક જેતે ઝોનના અધિકારીઓને ફરિયાદ નિરાકરણ માટે તાકીદ કરશે.