લો પ્રેશર સિસ્ટમ સક્રિય:મોડી રાત્રે વરસાદી છાંટા પડ્યા, આજથી બે દિવસ અડધાથી અઢી ઈંચ સુધીના કમોસમી વરસાદની આગાહી,

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમને લઇ આજથી બે દિવસ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે તેજ ગતિએ પવનો ફૂંકાવવાની પણ શક્યતા છે. લો પ્રેશર સિસ્ટમને લઇ મંગળવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી રાત્રે માેટેભાગના વિસ્તારોમાં અમીછાંટણા પડ્યા હતા.

આવતીકાલે બુધવારે શહેરમાં અડધાથી અઢી ઇંચ સુધીનો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી અને લઘુત્તમ 23.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે.

ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો અને રાત્રિના તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. વાતાવરણમાં આવેલા બદલાવથી રાત્રિનું તાપમાન દિવસને દિવસે વધતું જઇ રહ્યું છે. આગામી બે દિવસમાં રાત્રિનું તાપમાન 25 ડિગ્રીને પાર જશે.

અન્ય સમાચારો પણ છે...