તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:યુનિવર્સિટીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ પરીક્ષા પહેલા વેક્સિન મુકાવી પડશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસ ઘટતા ઓફલાઈન પરીક્ષા લેવાનું આયોજન

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યની યુનિ. ઓમાં બીકોમ, બીએ, બીએસસી જેવા અંડર ગ્રેજ્યુએટ કોર્સની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા પેન અને પેપર મોડથી લેવાશે. જોકે, વિદ્યાર્થીઓએ વેક્સિન મુકાવવી પડશે. શિક્ષણ વિભાગે જણાવ્યું કે યુનિવર્સિટી અને કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટની ફાઇનલ સેમેસ્ટર તથા પોસ્ટ ગ્રેજ્યુએટની પરીક્ષા જુલાઇમાં કોરોના વાયરસના કેસોની સંખ્યાને ધ્યાને રાખીને ઓફલાઇન લેવાની રહેશે.

પરીક્ષા યોજતા પહેલા વિદ્યાર્થીઓ સાથે ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ સહિતનાએ વેક્સિન મૂકવાનો કેમ્પ યોજવો પડશે. કુલપતિ ડો. ચાવડાએ કહ્યું, ઓફલાઇન પરીક્ષાના પરિપત્રને એકેડેમિક કાઉન્સિલની મીટિંગમાં મુકી નિર્ણય લઈશું.

82% વિદ્યાર્થીઓએ ફોનથી પરીક્ષા આપી
વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા ચાલી રહી છે. જે પરીક્ષા 82 ટકા વિદ્યાર્થી એન્ડ્રોઇડ મોબાઇલ કે ટેબલેટથી આપી રહ્યા છે. 18 ટકા વિદ્યાર્થી કોમ્પ્યુટર કે લેપટોપથી પરીક્ષા આપી રહ્યા છે. સોમવારની ઓનલાઇન પરીક્ષામાં પહેલા ભાગમાં 12,465માંથી 11,272 વિદ્યાર્થીઓ અને બીજા ભાગમાં 6,121માંથી 5,545 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. અત્યાર સુધીમાં 109 વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાયા છે.

અન્ય સમાચારો પણ છે...