તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગત વર્ષ 2015-2020ની 5 વર્ષની ટર્મમાં કોર્પોરેટરોએ કુલ ગ્રાન્ટનો ઉપયોગ ક્યા વિકાસ કાર્યોમાં કર્યો તે અંગે શહેરના એક સિટીઝન્સ ઓડિટ ગ્રુપે કરેલાં સરવેના આંકડા જાહેર કર્યાં હતાં. જેમાં સૌથી વધુ 34 ટકા ગ્રાન્ટનો ઉપયોગ કોવિડ યરમાં કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સાથે જ વિકાસ કામોની સાથે 14 ટકા ગ્રાન્ટ બાંકડા પાછળ ખર્ચાય છે.
સૌથી વધુ ગ્રાન્ટ રોડ નિર્માણ પાછળ વપરાઇ | વિવિધ 29 વૉર્ડના 116 કોર્પોરેટરોએ પોતાના મત વિસ્તારોમાં વાપરેલી કુલ ગ્રાન્ટના 14 ટકા રૂપિયાનો ખર્ચ બાંકડા પાછળ તો ટ્રી ગાર્ડ માટે ભાજપે 1 ટકા અને કોંગ્રેસે 3 ટકા મળી 4 ટકા ગ્રાન્ટ વાપરી છે. પાલિકા શાસનના પાછલા 5 વર્ષમાં કુલ ગ્રાન્ટનો 52 ટકા ખર્ચ રોડ નિર્માણ પાછળ કરાયો છે.
તેવી જ રીતે પાણી લાઇન માટે 12 ટકા ખર્ચ કરાયો હતો તો ડ્રેનેજ લાઇનના વિકાસ કામ માટે 5 ટકા ગ્રાન્ટ ફાળવાઇ હતી. સ્ટ્રીટ લાઇટ માટે પણ કોર્પોરેટરોએ ગ્રાન્ટનો 8 ટકા ભાગ વાપર્યો હતો. સાઇન બોર્ડ માટે 1 ટકા અને આંગણવાડી માટે 3 ટકા ગ્રાન્ટ વપરાઇ હતી. કોવિડ પાછળ 12 ટકા ગ્રાન્ટ વાપરવામાં આવી છે. સુરત પાલિકામાં કોર્પોરેટરોએ ટ્રી ગાર્ડ પાછળ 1 ટકા ગ્રાન્ટ ફાળવી હતી.
ગ્રાન્ટ વાપરવામાં મહિલા કોર્પોરેટરો પણ આગળ | પાંચ વર્ષના શાસનમાં કુલ બેઠકોની 50 ટકા બેઠકો ઉપર મહિલા સભ્યોએ બાજી સંભાળી હતી. મહિલા કોર્પોરેટરોએ 48 ટકા ગ્રાન્ટ રોડ નિર્માણ માટે તો 11 ટકા ખર્ચ પાણી લાઇન માટે ફાળવ્યો હતો. તેવી જ રીતે સ્ટ્રીટ લાઇટ માટે 8 ટકા અને ડ્રેનેજ લાઇન માટે 4 ટકા ગ્રાન્ટ ફાળવી છે. બાંકડા માટે મહિલા કોર્પોરેટરોએ 7 ટકા ગ્રાન્ટ ફાળવી હતી. તો કોવિડ ખર્ચમાં પણ 15 ટકા ગ્રાન્ટ સુપરત કરી હતી.
વચનો કર્યાં પછી મુલ્યાંકન કરવું જરૂરી છે
આ વિશ્લેષણ શહેરીજનો અને લોક શિક્ષણ માટે કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલાં ઉમેદવારોએ કરેલાં વચનો અને શાસનમાં બેઠાં પછી તેમણે કરેલી કામગીરીનું મુલ્યાંકન કરાયું છે. આ મુલ્યાંકન અત્યંત જરૂરી છે. > અજય જાંગિડ, વિશ્લેષક, સિટિઝન ઓડિટ ગ્રુપ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.