તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થતાં સ્થિતિ ચિંતાજનક બની છે. આ સાથે ચિંતા એ છે કે સુરતની હોસ્પિટલમાં એક જ દિવસમાં 130 દર્દી મહારાષ્ટ્રથી આવીને દાખલ થયા છે. દરરોજ મહારાષ્ટ્રથી દર્દીઓ સુરત આવી રહ્યા છે. જ્યારે ગુજરાતની સરહદે આવેલી ચેકપોસ્ટો નોંધારી જોવા મળી રહી છે. સરહદો પર જ જો આવા દર્દીઓને અટકાવામાં આવે તો સંક્રમણ ઘટવાની સંભાવનાઓ છે. એકલદોકલ ચાલુ ચેકપોસ્ટો પરથી જ મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં જ 130 દર્દી સુરત બહારના દાખલ
સુરત માટે હાલ મોટો પડકાર બહારના, એટલે કે મહારાષ્ટ્રના ગુજરાતની સરહદે આવેલા નંદુરબાર સહિતના જિલ્લાનાઓના કોરોના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે તે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જ 130 દર્દી બહારથી, જેમાં મોટા ભાગના મહારાષ્ટ્રના છે. માત્ર ખાનગી હોસ્પિટલની જ નહીં પરંતુ સ્મીમેર અને સિવિલ હોસ્પિટલમાં પણ સુરત બહારના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં હાલ સ્થિતિ ચિંતાજનક છે, પરંતુ આગામી દિવસોમાં સુરતીઓ તકેદારી ન રાખે તો સ્થિતિ વધુ ગંભીર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
મહારાષ્ટ્રથી આવેલી એક બસમાં 52 લોકો પોઝિટિવ
મહારાષ્ટ્રમાં કેસ વધવા સાથે મિની લોકડાઉન જાહેર થયું હોઈ કેટલાક લોકો મહારાષ્ટ્રથી સુરત પોતાના સગાંને ઘરે રાતોરાત આવી રહ્યા છે. ગત શુક્રવારે સુરતના પલસાણા ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રની એક ખાનગી બસ આવી હતી, જેમાં 52 મુસાફરો પોઝિટિવ મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્યું હતું. આ બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રથી સુરતમાં રોજ 80થી 100 બસ આવે છે
સુરતમાં મહારાષ્ટ્રથી રોજ 80થી 100 બસ આવે છે. એ તમામ બસોમાં હવે ફરજિયાત આરટીપીસીઆર રિપોર્ટ લેવામાં આવશે. મુસાફરોના રિપોર્ટ ન હોય તો બસને સુરતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જોકે મહારાષ્ટ્ર અને સુરતની સરહદે એકલદોકલ ચેકપોસ્ટ જ કાર્યરત હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય ચેકપોસ્ટો પર મહારાષ્ટ્રથી અવરજવર ચાલુ છે.
રેલવે અને બસ સ્ટેશન પર ટીમો તહેનાત
મહારાષ્ટ્રના દર્દીઓ સુરત આવતા હોવાને લઈને રેલવે સ્ટેશન-બસ સ્ટેશન પર આવનારા મુસાફરો માટે ટીમો તહેનાત કરવામાં આવી છે. આરટીપીસીઆર ટેસ્ટ ન હોય તો સીધી પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્રએ ટીમો બનાવી છે જે મુસાફરોના રિપોર્ટ ચેક કરને રિપોર્ટ ન હોય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર તરફથી આવનારા લોકોથી સંક્રમણ વધ્યું
સુરતમાં વધેલા કેસ પાછળ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કોરોનાનો આ નવો સ્ટ્રેન છે, જે વધુ ઘાતક છે અને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સુરતમાં મહારાષ્ટ્ર તરફથી આવનારા લોકોની સંખ્યા વધુ છે. તેને કારણે પણ શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે. લોકો માસ્ક પહેરવાનું ટાળે છે અથવા તો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી. થોડા સમય માટે શરૂ થયેલી કોલેજોને કારણે પણ સંક્રમણના પ્રમાણમાં થોડો વધારો થયો હોય તેવું લાગે છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.