સુરતએ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એમએસએમઇ હબ તરીકે ઓળખાય છે ત્યારે આગામી દિવસોમાં ટેક્ષ્ટાઇલમાં વેલ્યુ એડીશન કરવા હેતુસર તેમજ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહયો છે. ટેક્ષ્ટાઇલમાં હાઇસ્પીડ મશીનરી થકી ઉત્પાદીત થતું કાપડ આવનારા દિવસોમાં બ્રાન્ડ બની રહેશે. જેને પગલે ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે.ડિજીટલ પ્રિન્ટીંગ અને એમ્બ્રોઇડરી મશીનરી થકી સુરતમાં રિયલ ફેબ્રિકની ઓળખ થશે. ભવિષ્યમાં ડિજીટલ પ્રિન્ટીંગની ડિમાન્ડ રહેશે. ડિજીટલ પ્રિન્ટીંગમાં અત્યાધુનિક મશીનરીઓ થકી વેલ્યુ એડીશન કરી વેપારીઓ કાપડમાં સારુ માર્જીન મેળવી શકશે. માત્ર મેન્યુફેકચરર્સ જ નહીં પણ ટ્રેડર્સને પણ તેનો લાભ થશે.
ટેક્સટાઇલની આધુનિક મશીનરીનું એક્ઝિબિશન
એકઝીબીશનમાં એમ્બ્રોઇડરી મશીનરીની નવી ટેકનોલોજીના હાઇસ્પીડ મશીન પ્રદર્શિત કરવામાં આવશે. જેથી સુરતમાં ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટને વધુ વેગ મળી રહેશે. આ પ્રદર્શનથી સુરતમાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓના જૂના ડીલરોને બુસ્ટઅપ તો મળશે જ પણ નવા ડીલરોને પણ પ્લેટફોર્મ મળી રહેશે. આથી સમગ્ર ટેક્ષ્ટાઇલ મશીનરી ઉદ્યોગને નવી દિશા મળી રહેશે. અગાઉ એક વખત જાન્યુઆરી– 2020માં સીટમે એકઝીબીશન યોજાયું હતું. આ વર્ષે પણ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની અત્યાધુનિક મશીનરીઓને પ્રદર્શિત કરવામાં આવશે.
15000 બાયર્સે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું
સરસાણા ખાતે 1 લાખ 25 હજાર સ્કવેર ફૂટ એરીયામાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરત અને અમદાવાદના 60 જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. સુરત અને અમદાવાદ ઉપરાંત દિલ્હી, ચંડીગઢ, કોલકાતા, તિરુપુર, લુધિયાના, અમૃતસર, પાનીપત, જયપુર, ભીવંડી અને માલેગાવ સહિત ભારતભરમાંથી બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે. દેશભરમાંથી 15 હજાર જેટલા બાયર્સે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ત્રણ દિવસમાં એકઝીબીશનમાં 20 હજારથી વધુ બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે તેવી આશા છે. એકઝીબીશનમાં પ્રવેશ વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે.
એકઝીબીશનમાં નીચે મુજબની ટેક્ષ્ટાઇલ મશીનરી પ્રદર્શિત કરાશે
- ડિજિટલ પ્રિન્ટીંગ મશીન
- એમ્બ્રોઇડરી મશીન
- ફયુઝન મશીન્સ
- કોમ્પ્યુટરાઇઝ એમ્બ્રોઇડરી મશીન
- ડાયટ ફેબ્રિક પ્રિન્ટર
- ટી શર્ટ પ્રિન્ટીંગ મશીન
- બધા પ્રકારના પ્રિન્ટીંગ ઇન્ક
- સકર્યુલર નિટિંગ મશીન
- નીડલ લૂમ્સ મશીન
- રોલ ટુ રોલ મશીન
- એપેરલ એસેસરીઝમાં એમ્બ્રોઇડરી થ્રેડ,
- એમ્બ્રોઇડરી ઓઇલ,
- એમ્બ્રોઇડરી કન્ટ્રોલ સિસ્ટમ,
- એમ્બ્રોઇડરી ડિઝાઇન સોફટવેર
- એપેરલ મશીન્સ તથા તેના સંબંધિત સર્વિસિસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.