તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેસ્તાનમાં જુગાર રેડ:દર 15-20 મિનિટે મોટી રકમ બહાર મોકલી અપાતી હતી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ભેસ્તાન ગણેશ નગરમાં ચાલતા વરલી મટકાના જુગારના અડ્ડા પર ગાંધીનગર વિજીલન્સની ટીમે બુધવારે મોડી સાંજે રેડ પાડી 38 જુગારીઓને 2.87 લાખની મતા સાથે પકડી પાડ્યા છે. જુગારનો અડ્ડો ચલાવતો મોઇયુદ્દીન ઉર્ફે મોયો અને તેના ભાઈ સહિત 4ને વોન્ટેડ જાહેર કરાયા છે. વિજીલન્સના સ્ટાફે જણાવ્યું કે, જુગારના અડ્ડા પરથી દર 15-20 મિનિટમાં તેના વાઉચરો જુગારની મોટી રકમ બહાર મોકલી આપતા હતા જેથી રેડમાં મોટી રકમ હાથ ન લાગે.

એટલું જ નહિ જુગારના અડ્ડા પર બહાર વોચ માટે મોયોએ તેના ભાઈ અઝહરુદ્દીન કાજીને બેસાડ્યો હતો. જુગારની વિજીલન્સે રેડ પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. જુગારનો અડ્ડો મોઇયુદ્દીન છેલ્લા દોઢ મહિનાથી ચલાવતો હતો. મકાનમાં વરલી મટકાનો આંકડો અને ચકલી પોપટનો જુગાર રમાડતો હતો. રેડમાં 24380 રોકડ, 54000ના 31 મોબાઇલ, 1.65 લાખના 4 વાહનો કબજે કરાયો છે. જુગારના અડ્ડાને લઈ ઉચ્ચ પો. અધિકારીએ સ્થાનિક પોલીસ સામે તપાસનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો