તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:અમરોલીમાં મકાન માલિકનું ભાડૂઆત મહિલા પર દુષ્કર્મ

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરોલીમાં રહેતી હમવતની ભાડૂઆત પરિણીતાને સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને મકાન માલિકે બળાત્કાર ગુજાર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. કતારગામની ગજાનંદ સોસાયટી પાસે આવેલા ભુમિપુજા રો-હાઉસમાં રહેતા દિલીપ ડાહ્યા વાસ્તાપર બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેની માલિકીનું મકાન સાયણ રોડ પર આવેલું છે. આ મકાને તેણે હમવતની અનિતા (નામ બદલ્યું છે)ને ભાડે આપ્યું છે. જેમાં અનિતા પતિ અને પરિવાર સાથે રહે છે.

છેલ્લા કેટલાક સમયથી દિલીપની અનિતા પર દાનત બગડી હતી અને અવારનવાર ફોન કરીને હેરાન કરતો હતો. અનિતાએ દિલીપના કોલ રિસીવ કરવાનું બંધ કરી દીધુ હતું. જેથી અકળાયેલો દિલીપ તા.5-10-20ના રોજ બપોરે અનિતા ઘરમાં એકલી હતી. ત્યારે તેના ઘરે ત્યાં પહોંચી ગયો હતો અને અનિતાને તું ફોન પર કેમ વ્યવસ્થિત વાત કરતી નથી. જો તુ મારી સાથે સંબંધ નહીં રાખે તો હું તને સમાજમાં બદનામ કરી દઈશ અને તારા પરિવારને શાંતિથી રહેવા નહીં દઉ એમ કહી ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે અનિતાએ પોતાના પતિને જાણ કર્યા બાદ અમરોલી પોલીસમાં દિલીપ વિરૂદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો