તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ માટે 20 કરોડના ખર્ચે જમીન મજબુત કરાશે

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

હવે સુરત એરપોર્ટ પર લેન્ડ થતી ફલાઇટો રનવે ની બહાર જતી રહે તો પણ મોટું નુકશાન નહીં થશે. કારણ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના રનવેની ફરતેની જમીનને મજબૂત કરવાની યોજના અમલમાં મૂકી છે. એએઆઇએ શુક્રવારે રનવેના ગ્રાઉન્ડ ઇમ્પ્રુવમેન્ટનું રૂ.20 કરોડનું ટેન્ડર જાહેર કર્યું છે. એરપોર્ટના ઓપરેશન એરિયાના ઓફિસરે જણાવ્યું કે, સુરત એરપોર્ટના રનવેની ફરતેની જમીન પોચી છે.

તેવામાં ચોમાસામાં ધોધમાર વરસાદ સહિતના કોઈ પણ કારણોથી કોઈ ફલાઇટ લેન્ડિંગ સમયે રનવેની બહાર જાય તો પોચી જમીનમાં ફલાઇટના પૈડાં ખુપી જતા મોટું નુકશાન થાય છે માટે રનવેની ફરતેની ચારેય બાજુની જમીનને મજબૂત બનાવવાની યોજના અમલમાં મૂકાય છે. જોકે આ કામગીરીમાં ફલાઇટોનું ઓપરેશન ખોરવાય તેવી વાત હતી.

જોકે, ઓપરેશનલ એરિયાના ઓફિસર સૂત્ર કહે છે કે, આ કામગીરી તબક્કાવાર કરાશે. જેને કારણે ફલાઇટોનું ઓપરેશન નહીં ખોરવાશે. વર્ષ 2017માં સુરત એરપોર્ટે એસવીએનઆઇટી પાસે જમીનની ગુણવત્તા તપાસાવી હતી. જેમાં 150 મીમીની ઊંડાયે સીબીઆર મૂલ્ય પ્રાપ્ત કરવા 15 ટકા ચૂના અને 25 ટકા લાવા સાથેની માટી જોડવા સૂચન કરાયું છે. આ સિવાય પેસેન્જરો અટવાય નહીં તે માટે ટર્મિનલ બિલ્ડિંગમાં ‘મે આઇ હેલ્પ યુ’ કાઉન્ટર માટે પણ ટેન્ડર જાહેર કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો