તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી શરૂ:બિલ્ડર પોદ્દાર બંધુઓનું જમીન કૌભાંડ વેસુ - રૂંઢની જમીન શ્રી સરકાર કરાશે

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ દસ્તાવેજથી ખેડૂત બની કરોડોની જમીન ખરીદી સરકારને ચૂનો લગાવ્યો
  • કૌટુંબિક ઝઘડામાં ભાંડો ફૂટ્યો, નવસારીમાં ફરિયાદ બાદ સુરતમાં પણ કાર્યવાહી

ખોટા દસ્તાવેજથી ઉભા કરીને ખેડૂત બનેલા સુરતના સંજય પોદ્દાર અને રાજેશ પોદ્દાર સામે નવસારીમાં કાર્યવાહી શરૂ થયા બાદ સુરતમાં પણ ખોટી રીતે જમીન ખરીદી હોવાનું બહાર આવતા સુરત જિલ્લા નાયબ જમીન સુધારણા દ્વારા કરવામાં આવેલી તપાસમાં ભરથાણા, વેસુ, સરસાણા અને રૂંઢની આશરે રૂપિયા 600 કરોડની જમીન સરકાર હસ્તક કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે.

બોગસ દસ્તાવેજ બનાવીને ખેડૂત બન્યા બાદ ખોટી રીતે કરોડો રૂપિયાની જમીન ખરીદવાના પ્રકરણમાં સુરતના મોટા માથા ગણાતા સંજય પોદ્દાર અને રાજેશ પોદ્દાર વિરૂદ્ધ નવસારી કલેકટર દ્વારા જમીન સરકાર હસ્તક લેવા સુધીની કાર્યવાહી શરૂ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. નવસારીમાંથી બહાર આવેલા આ જમીન કૌભાંડને પગલે સુરત જિલ્લા કલેકટર દ્વારા પણ પોદ્દાર બંધુ તેમજ તેમના પરિવાર દ્વારા ખરીદવામાં આવેલી જમીનની તપાસ કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, પારિવારીક ઝઘડાના કારણે સંજય અને રાજેશ પોદ્દારનો ભાંડો ફુટી જતા આખુ કાૈભાંડ બહાર આવ્યું છે. ત્યારે સુરત જિલ્લા નાયબ કલેકટર જમીન સુધારણા દ્વારા આ બંધુઓ સામેે કેસ ચલાવી જમીનોની શરત ભંગની કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં મોજે. ભરથાણા, તાલુકાના મજુરા બ્લોક નંબર 94/1 અને 2 તેમજ ભરથાણા વેસુના બ્લોક નંબર 226 સહિત (2) મોજે રૂંઢ, તાલુકો મજુરા સર્વે નંબર-46 સહિત (3)મોજે સરસાણા, તાલુકો મજુરાના બ્લોક નંબર 230 વાળી જમીનનો સમાવેશ થાય છે.

આ જમીન ગણોતધારા કલમ-84 સી હેઠળ જમીન સરકાર હસ્તક કરવાની કામગીરી શરૂ કરી છે. અંદાજિત 15 દિવસમાં આ જમીન સરકાર હસ્તકની એટલે કે, શ્રી સરકાર કરવામાં આવે તેવી શક્યતા દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, તેઓએ પોતાનું નામ ખેડૂત તરીકે ધારણ કરવા માટે ગણોતધારા હેઠળ પોતાનું નામ દાખલ કરવા માટે નવસારી કલેકટર કચેરીમાં બોગસ દસ્તાવેજ બનાવી ખેડૂત તરીકે એન્ટ્રી કરાવી હતી. આ એન્ટ્રીના આધારે અનેક જમીનો ખેડૂત તરીકે ખરીદી સરકાર સાથે છેતરપિંડી કરી હતી.

તપાસ ચોર્યાસી મામલતદારને સોંપાઈ
પોદ્દાર બંધુઓની મોકાની જમીનનો મામલો વધારાના મામલતદાર કૃષિપંચ (ગણોત) ચોર્યાસી પાસે પહોંચ્યો છે. આ વિભાગમાં ટાઉટોનો જમાવડો રહેતો હોવાની ચર્ચા જાહેરમાં ચાલી રહી છે.ત્યારે મામલતદાર ચોર્યાસી આ કેસ કેવી રીતે ચલાવી રહ્યા છે તે જોવાનું રહ્યું છે.

આટલી જમીનો શ્રી સરકાર કરાય તેવી શક્યતા

ગામનું નામતાલુકોબ્લોક નંબરજમીનનું ક્ષેત્રફળ
ભરથાણા-વેસુમજુરા22610117 ચો.મી
રૂંઠમજુરા4637700 ચો.મી
સરસાણામજુરા23020437 ચો.મી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...