વૃદ્ધના આપઘાતથી ચકચાર:સુરતના સરથાણામાં જમીન દલાલે લાયસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વૃદ્ધ જમીન દલાલ પોતાના માતા સાથે રહેતા હતા - Divya Bhaskar
વૃદ્ધ જમીન દલાલ પોતાના માતા સાથે રહેતા હતા
  • વૃદ્ધ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી બીમારીઓથી પરેશાન હતા
  • ક્યાંય ચેન પડતું નથી અને કંટાળી ગયો છું એવું સુસાઈડ નોટમાં લખ્યું

સુરતના સરથાણા વિસ્તારમાં એક 60 વર્ષીય વૃદ્ધએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. જોકે બનાવની જાણ થતાં સરથાણા પોલીસ સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને લાશને પીએમ અર્થ મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો પણ વધી રહ્યા છે. અનેક કેસો સામે આવી રહ્યા છે, જેમાં એનકેન પ્રકારે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી હતી.

પેટના ભાગે ગોળી ધરબી દીધી
સુરતના સરથાણા યોગીચોક નજીક આવેલા સન સ્ટાર સીટી રો હાઉસમાં રહેતા બાલુભાઈ છેલ્લા ઘણા સમયથી અનેક બીમારીઓથી હેરાન પરેશાન હતા અને તેમના સંતાનો વિદેશમાં હતા અને બાલુભાઈ પોતાની વૃદ્ધ માતા સાથે અહીં રહેતા હતા. જોકે બાલુભાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ સામે ઝઝૂમી રહ્યા હતા. જેને લઈને તેઓ સતત માનસિક તાણ અનુભવતા હતા. જોકે આખરે કંટાળી પોતાનીલાયસન્સવાળી રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી બાલુભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના બનતા જ તાત્કાલિક બાલુભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાલુભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે બનાવ બનતા સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ માતા હેરાન થતાં દુઃખી થયાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ
વૃદ્ધ જમીન દલાલે આપઘાત પહેલા સુસાઈડ નોટ પણ લખી છે . જેમાં તેઓને ક્યાંય ચેન પડતું નથી અને કંટાળી ગયો હતો જેથી મેં આ પગલું ભર્યું છે. જેને મેં કોઈ પણ જો મારા દુઃખ લાગ્યું હોય તો હું માફી માંગુ છું, મારા બા પણ છેલ્લા 20 દિવસથી દુઃખી થાય છે, જેથી મને ઘણું દુખ થાય છે તેવું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...