તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પાંડેસરામાં જમીન દલાલ હત્યા કેસ: વધુ 1 પકડાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાંડેસરામાં જમીન દલાલની હત્યામાં વધુ એકની પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 8 હત્યારાઓ પકડાયા છે. પાંડેસરામાં પ્લોટમાં માટી નાખી પુરાણ કરવાની બાબતે 10 દિવસ પહેલા રોશન સિંગ અને રીમ્પીએ તેના સાગરિતો સાથે ધસી આવી જમીન દલાલ રાજન સિંગ ઉર્ફે સચિનસિંગની સાથે ઝઘડો કરી તેને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયા હતા. આ હત્યામાં પાંડેસરા પોલીસે શુકવારે રાત્રે વધુ એક હત્યારા મોનુ ગૌરીશંકર સિંગ(23)(રહે.પાંડેસરા,મૂળ રહે,યુપી)ને ઝડપી પાડી ધરપકડ કરી છે.

વધુમાં આરોપી બ્રેકર મશીનનો કોન્ટ્રાક્ટર છે અને રોશનસીંગ અને રીમ્પી સાથે જમીનદલાલની હત્યામાં સામેલ હતો. હજુ 8 જેટલા શખ્સો હત્યામાં સંડોવાયેલા છે. જેને શોધવા માટે પોલીસ તપાસ શરૂ કરી છે. જમીન દલાલને 7થી 8 શખ્સોએ માર મારી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જમીન દલાલના માણસો નહીં આવે તે માટે બહાર હત્યારાઓ વોચમાં ઊભા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો