તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત શહેરમાં લાલુ ઝાલીમ ગેંગ સક્રીય થઈ હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી એક ઓફિસમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન ઉતરપ્રદેશથી માથાભારે લાલુ ઝાલિમે વિડિયો કોલ મારફતે વાત પણ કરી હતી. આ ઘટનામાં યુવકને પરત ઘરે મૂકી ગયા બાદ યુવકે માથાભારે લાલુ ઝાલિમ સહિત કુલ 6 સામે અપહરણ અને મારની ફરિયાદ નોંધાવી છે.
ધમકી આપી યુવકની મોપેડ પર જ અપહરણ કર્યું
કતારગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, કતારગામ વિસ્તારમાં યક્ષ પટેલ પરિવાર સાથે રહે છે. 11 ડિસેમ્બરના રોજ યક્ષ ઘરે હતો ત્યારે ઝાલિમ ગેંગના માણસો યક્ષને વાત કરવાની છે કહીં ઘર નજીક લઈ ગયા હતા. ત્યારબાદ અમારી સાથે આવ નહીં તો અહીં જ મારીશું કહ્યું હતું અને યક્ષની મોપેડ પર જ વચ્ચે બેસાડી અપહરણ કરી એક ઓફિસમાં લઈ ગયા હતા. મોપેડ પર લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે.
કતારગામમાં ઓફિસમં લઈ જઈ માર માર્યો
ઝાલિમ ગેંગના પ્રિતમ જૈન, રવિ સિંદે અને વિવેક યક્ષને કતારગામની ઓફિસમાં લઈ જઈ દિપક જયસ્વાલ ક્યા છે? પૂછ્યું હતું. જોકે, યક્ષે દિપક અંગે જાણ ન હોવાનું કહેવા માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉતરપ્રદેશમાં લાલુ ઝાલિમને વિડિયો કોલ કર્યો હતો અને યક્ષની વાત કરાવી હતી. દિપક જયસ્વાલ વિષે પૂછી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર કરી ઘરે નજીક મૂકી ગયા
યક્ષને પહેલા તમાચા અને ઢીકમુક્કીનો માર માર્યા બાદ લોખંડના પાઈપથી મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યક્ષને પોતાનું લિંબાચિયા ફળીયામાં આવેલું મકાન આપી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ યક્ષને અમરોલી ખાતે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમાં યક્ષને ડાબા પગે ફ્રેક્ચર, બંને હાથ અને ખભાઓ પર ઈજા થઈ હતી. ત્યારબાદ રિક્ષામાં યક્ષને ઘર પાસે મૂકી જતા રહ્યા હતા.
પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ
યક્ષે ગતરોજ પોલીસ કમિશરને લેખિતમાં અરજી કરી હતી. ત્યારબાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં લાલુ ઝાલીમ, નિકુંજ ચૌહાણ, પ્રિતમ જૈન, રિવ સિંદે, વિવેક અને એક અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધી છે. જોકે, યક્ષે આ ઘટનામાં એક પોલીસ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉત્તર પ્રદેશથી માથાભારે લાલુ ઝાલીમ વિડિયો કોલ મારફતે ગેંગ ઓપરેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.