તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંક:સુરતમાં ઝાલીમ ગેંગનો આંતક, યુવકનું અપહરણ કરી માર માર્યો, ઉત્તર પ્રદેશથી માથાભારે લાલુ ઝાલીમ વિડિયો કોલ મારફતે કરે છે ગેંગ ઓપરેટ

સુરત5 મહિનો પહેલા
યુવકનું મોપેડ પર અપહરણ કરી જતા સીસીટીવીમાં કેદ. - Divya Bhaskar
યુવકનું મોપેડ પર અપહરણ કરી જતા સીસીટીવીમાં કેદ.
  • મકાન આપી દેવા મારી નાખવાની ધમકી પણ આપી હતી
  • ઢીકમુક્કીનો માર માર્યા બાદ લોખંડના પાઈપથી માર માર્યો

સુરત શહેરમાં લાલુ ઝાલીમ ગેંગ સક્રીય થઈ હોવાનું સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાંથી યુવકનું અપહરણ કરી એક ઓફિસમાં લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. દરમિયાન ઉતરપ્રદેશથી માથાભારે લાલુ ઝાલિમે વિડિયો કોલ મારફતે વાત પણ કરી હતી. આ ઘટનામાં યુવકને પરત ઘરે મૂકી ગયા બાદ યુવકે માથાભારે લાલુ ઝાલિમ સહિત કુલ 6 સામે અપહરણ અને મારની ફરિયાદ નોંધાવી છે.

યુવકને ઘરેથી વાત કરવાનું કહીં બોલાવી ઉઠાવી લીધો હતો.
યુવકને ઘરેથી વાત કરવાનું કહીં બોલાવી ઉઠાવી લીધો હતો.

ધમકી આપી યુવકની મોપેડ પર જ અપહરણ કર્યું
કતારગામ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, કતારગામ વિસ્તારમાં યક્ષ પટેલ પરિવાર સાથે રહે છે. 11 ડિસેમ્બરના રોજ યક્ષ ઘરે હતો ત્યારે ઝાલિમ ગેંગના માણસો યક્ષને વાત કરવાની છે કહીં ઘર નજીક લઈ ગયા હતા. ત્યારબાદ અમારી સાથે આવ નહીં તો અહીં જ મારીશું કહ્યું હતું અને યક્ષની મોપેડ પર જ વચ્ચે બેસાડી અપહરણ કરી એક ઓફિસમાં લઈ ગયા હતા. મોપેડ પર લઈ જતા સીસીટીવીમાં પણ કેદ થઈ ગયા છે.

ડાબેથી લાલુ ઝાલિમ અને નિકંજ ચૌહાણની ફાઈલ તસવીર.
ડાબેથી લાલુ ઝાલિમ અને નિકંજ ચૌહાણની ફાઈલ તસવીર.

કતારગામમાં ઓફિસમં લઈ જઈ માર માર્યો
ઝાલિમ ગેંગના પ્રિતમ જૈન, રવિ સિંદે અને વિવેક યક્ષને કતારગામની ઓફિસમાં લઈ જઈ દિપક જયસ્વાલ ક્યા છે? પૂછ્યું હતું. જોકે, યક્ષે દિપક અંગે જાણ ન હોવાનું કહેવા માર મારવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉતરપ્રદેશમાં લાલુ ઝાલિમને વિડિયો કોલ કર્યો હતો અને યક્ષની વાત કરાવી હતી. દિપક જયસ્વાલ વિષે પૂછી મારી નાખવાની ધમકી આપી હતી.

યુવકે પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ.
યુવકે પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ.

ઈજાગ્રસ્ત થયેલા યુવકની સારવાર કરી ઘરે નજીક મૂકી ગયા
યક્ષને પહેલા તમાચા અને ઢીકમુક્કીનો માર માર્યા બાદ લોખંડના પાઈપથી મારવાનું શરૂ કર્યું હતું. દરમિયાન યક્ષને પોતાનું લિંબાચિયા ફળીયામાં આવેલું મકાન આપી દેવા ધમકી આપી હતી. ત્યારબાદ યક્ષને અમરોલી ખાતે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેમાં યક્ષને ડાબા પગે ફ્રેક્ચર, બંને હાથ અને ખભાઓ પર ઈજા થઈ હતી. ત્યારબાદ રિક્ષામાં યક્ષને ઘર પાસે મૂકી જતા રહ્યા હતા.

પોલીસ કમિશનરને અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાઈ
યક્ષે ગતરોજ પોલીસ કમિશરને લેખિતમાં અરજી કરી હતી. ત્યારબાદ કતારગામ પોલીસ સ્ટેશનમાં લાલુ ઝાલીમ, નિકુંજ ચૌહાણ, પ્રિતમ જૈન, રિવ સિંદે, વિવેક અને એક અજાણ્યા વિરુદ્ધ અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધી છે. જોકે, યક્ષે આ ઘટનામાં એક પોલીસ પણ સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. ઉત્તર પ્રદેશથી માથાભારે લાલુ ઝાલીમ વિડિયો કોલ મારફતે ગેંગ ઓપરેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો