તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજસીટોક કેસ:ગુજસીટોકમાં લાલુ જાલીમ 20મી સુધી રિમાન્ડ ઉપર, નેપાળના સિમકાર્ડ મળ્યા

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાલુ જાલીમ સામે 15 ગુના, 3 વખત પાસા અને 1 વખત તડીપાર કરાયો હતો
  • કુખ્યાત વિપુલ ગાજીપુરા ગેંગનો કપિલ પણ 13મી જુલાઇ સુધી રિમાન્ડ પર

ગુજસીટોકના બે જુદા-જુદા મામલામાં સોમવારે લાલુ જાલીમ સહિત 3 આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં દલીલો બાદ કોર્ટે આરોપીઓને પોલીસ કસ્ટડીનો હુકમ કર્યો હતો. ક્રાઇમ બ્રાંચે લાલુ જાલીમ અને નિકુંજ ચૌહાણના 30 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, કોર્ટે 20મી જુલાઇ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા જ્યારે ગાજીપુરા ગેંગના કપિલને 13મી જુલાઇ સુધીના રિમાન્ડ અપાયા હતા. લાલુ જાલીમ પાસે નેપાળના બે સીમકાર્ડ મળી આવ્યા હતા. સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી.

માથાભારે લાલુ જાલીમની સામે 15થી વધુ ગુનાઓ શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોય ક્રાઇમ બ્રાંચે તેની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી હતી જ્યારે આરોપી નિકુંજ સમે કુલ 11 ગુના નોંધાયેલાં છે.

આરોપીઓ નેપાળમાં પણ રોકાયા હતા

  • આરોપીઓ નાસતા ફરતા હતા, એટલે બની શકે કે પુરાવાનો નાશ કર્યો હોય
  • આરોપીઓ નેપાળના પોખરા શહેરમાં રોકાયા હોવાથી કોણે આર્થિક મદદ કરી એ પણ જાણવાનું છે
  • ફરાર દિપક જયસ્વાલ, આશિષ પાંડે અને અવનેશ રાજપુત વિશે આરોપી જાણતો હોય તેની પૂછપરછ કરવાની છે
  • લાલુ પાસેથી નેપાળના બે સીમ મળ્યા છે. તે કોના-કોના સંપર્કમાં હતો તેની માહિતી મેળવવાની છે
  • જાલીમ સામે 15 ગુના છે, 3 વાર પાસા અને 1 વાર તડીપાર કરાયો છે. જ્યારે નિકુંજને 2 વાર પાસા કરાયો છે. બંને તપાસમાં સહકાર આપતા નથી.
અન્ય સમાચારો પણ છે...