તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:લાલુ જાલીમ & ગેંગ વિરુદ્ધ ગુજસીટોક, ત્રણની ધરપકડ

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ટોળકી સામે 94 ગંભીર ગુનાઓ નોંધાયા હતા

શહેરમાં ગુજસીટોક કાયદા હેઠળ વધુ એક ગેંગસ્ટર લાલુ જાલીમ એન્ડ ટોળકી સામે ક્રાઇમબ્રાંચે ગુનો નોંધ્યો છે. આ પહેલા માથાભારે આસીફ ટામેટા ગેંગની સામે ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. માથાભારે લાલુ જાલીમની ટોળકીમાં 11 જણા છે. જાલીમની ટોળકીના શિવમ ઉર્ફે ફેનિલ ઉર્ફે રાજાસિંહ અમરસિંહ રાજપૂત, નિલેશ ઉર્ફે મીયો દિલીપ અવચીતે અને જગદીશ ઉર્ફે ભાઉચોટલી કરશન કંટારીયાની ડીસીબીએ ધરપકડ કરી 11 જાન્યુ.સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે રવિ ઉર્ફે ધાનુ શાલીગ્રામ સિતારામ શિંદે અને શૈલેન્દ્ર ઉર્ફે શાહરૂખ કલ્લન શર્મા હાલમાં લાજપોર જેલમાં છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અમિત ઉર્ફે લાલુ જાલીમ સહિત 6 ભાગતા ફરે છે.

થોડા દિવસો પહેલા લાલુ જાલીમ સામે ખંડણી, અપહરણ અને મારામારીનો ગુનો કતારગામ પોલીસમાં દાખલ થયો છે. પછી લાલુના સાગરિતોએ પાણીપુરીવાળાને માર મારી ગંભીર ઈજા કરી હતી. જેનો પણ વીડિયો વાઈરલ થયો હતો. રેલો આવતા જાલીમ વતન ભાગી ગયો હતો. લાલુ જાલીમ એન્ડ ટોળકી સામે અત્યાર સુધીમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, અપહરણ, પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 94 ગુના નોંધાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં 39 ગુના નોંધાયેલા છે. માથાભારે લાલુ જાલીમને 3 વખત પાસામાં અને એકવાર તડીપાર કરાયો હતો. મારા કરતા મોટો જાલીમ કોઈ નથી એવું કહી નિર્દોષોને મારી હપ્તા વસૂલતો હતો. લાલુ જાલીમ અમરોલીમાં 14 વર્ષ પહેલા રિક્ષા ચલાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...