તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Lalgate Police, Who Had Earlier Claimed To Have Fired From A Starter Gun, Recorded The Crime After Word Spread That Real Firing Had Taken Place.

ક્રાઇમ:પહેલા સ્ટાર્ટર ગનથી ફાયરિંગ થવાનું કહેનાર લાલગેટ પોલીસે રિયલ ફાયરિંગ થયાની વાત ફેલાતાં ગુનો નોંધ્યો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંડોળની પોળમાં ગુડ્ડુના ફાયરિંગમાં કારણ હજુ અકબંધ

લાલગેટ પોલીસ સ્ટેશનેથી 100 મીટરના અંતરે ગુરૂવારે રાત્રે ફાયરિંગ થવાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓને ઉંધા ચશ્મા પહેરાવવાનો લાલગેટ પોલીસનો કારસો ઉંધો પડી ગયો છે. પહેલા સ્ટાર્ટર ગનથી ફાયરિંગ થયું હોવાનું કહેનાર પોલીસે પછી આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ચોકબજારમાં જુમા મસ્જીદની ગલીમાં સોપારી મેન્શન ખાતે રહેતા હબીબ મેમણનો દીકરો ઉસામા(18 વર્ષ) નાણાવટમાં પંડોળની પોળ પાસે તેના મિત્રો સાથે ગુરૂવારે રાત્રે બેસેલો હતો.તે સમયે પંડોળની પોળ ખાતે રહેતો દર્શન ઉર્ફે ગુડ્ડુ જરીવાલા ઉસામા પાસે આવીને તુ મારા પિતાજીને કેમ ગાળો આપે છે કહીને ઉસામાને ગાળો આપીને ઝઘડો કર્યો હતો.

ગાળો આપવાની તેમજ આર્મસ એકેટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો
ઉસામાએ કહ્યું કે, કોઈ ઝઘડો કર્યો નથી અને મને ગાળ કેમ આપે છે એવું કહેતા દર્શને ઉસામા તરફ પિસ્તોલ તાંકીને ફાયરિંગ કર્યું હતું. જોકે, કોઈને કાંઈ વાગ્યું નહતું. જોકે સોસિયલ મીડિયામાં ફાયરિંગની વાત ફેલાતા લાલગેટ પોલીસે ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. પોલીસે ફરિયાદમાં એવું લખ્યું કે હવામાં ફાયરિંગ થયું છે.પોલીસે ધમકી અને ગાળો આપવાની તેમજ આર્મસ એકેટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પહેલા પોલીસે કહ્યું કે સ્ટાર્ટર ગનથી ફાયરિંગ થયું અને આર્મસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો પરંતુ હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો ન હતો. પરંતુ ઘટનાના 24 કલાક બાદ પણ લાલગેટ પોલીસ ફાયરિંગ કરવાનું કારણ જાણી નથી શકી. ડીસીપી બી.આર.પટેલે જણાવ્યું હતું કે જે પણ હથિયાર હતું તે હવા તરફ તાકીને ફાયરિંગ કરાયું હતું અને હથિયારમાં ગોળી ન હતી.તેથી હત્યાની કોશિશની કલમ ઉમેરી ન હતી. ફરિયાદી ઉસામાએ જણાવ્યું હતું કે, પોલીસ ગમે તે કહેતી હોય પણ આરોપીએ હવામાં નહીં, મને મારવા મારા પર જ ફાયરિંગ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...