તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 'Lal Bagh Cha Raja' Reached Surat By Train From Mumbai, Bringing 6 Feet Idol Every Year, 3 Feet Load This Year, Shreeji's Ticket Was Taken With 15 Devotees

સુરતમાં ‘લાલબાગ ચા રાજા’નું આગમન:15 ભક્તો સાથે મુંબઇથી ટ્રેનમાં પધાર્યા; દર વર્ષે 6 ફૂટની મૂર્તિ લાવતા, આ વર્ષે 3 ફૂટની લવાઈ

સુરત14 દિવસ પહેલા
મુંબઇથી ફ્લાઇંગ રાણીમાં સુરત આવ્યા બાપ્પા, બાપ્પાની ટ્રેનની સફર
  • કૈલાસનગરના મંડળે મુંબઈના ‘લાલબાગ ચા રાજા’ની મૂર્તિ બનાવનાર પાસે જ પ્રતિમા બનાવડાવી

શહેરના મજૂરા ગેટ, કૈલાસનગરની મધૂરમિલન વાડીનું ‘સુરત કે લાલબાગ ચા રાજા’ મંડળ છેલ્લા 5 વર્ષથી મુંબઇના લાલબાગ ચા રાજાની ગણેશજીની પ્રતિમાની પ્રતિકૃતિ ધરાવતી મૂર્તિની સુરતમાં સ્થાપના કરે છે. આ વર્ષે પણ એટલા જ ઉત્સાહથી સ્થાપના કરવા તૈયારી શરૂ કરી છે, જેમાં મંડળના 13 સભ્યો ફ્લાઇંગ રાની ટ્રેન મારફત મુંબઇ પહોંચી ગણેશજીની પ્રતિમા લાવ્યા હતા.

2019માં થયેલું આયોજન
2019માં થયેલું આયોજન
મુંબઈથી પ્રસ્થાન
મુંબઈથી પ્રસ્થાન
સુરતમાં આગમન
સુરતમાં આગમન

આ માટે તેમણે કુલ 15 ટિકિટ બુક કરાવી હતી, જેમાં ગણેશજીનો પણ સમાવેશ થાય છે. તેઓ મુંબઇના લાલબાગના રાજાની પ્રતિમા બનાવનારા મુર્તિકાર સંતોષ કાંબલી પાસે જ પ્રતિમા બનાવડાવે છે. છેલ્લા બે વર્ષથી તેઓ 3 ફૂટની પ્રતિમા લાવે છે. આ પહેલાં 6 ફૂટની પ્રતિમા સ્થાપતા હતા. આ વર્ષે મંડળના સભ્યો રક્તદાન કેમ્પ, રસી કેમ્પનું પણ આયોજન કરશે. ઉપરાંત ઓર્ગન ડોનેશનનું અભિયાન પણ ચલાવશે.

અન્ય સમાચારો પણ છે...