સુરત સિવિલ હોસ્પિટલના પ્રિઝનર વોર્ડમાંથી લાજપોર જેલનો એક આરોપી પોલીસને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ થઈ ગયો હતો. જોકે પોલીસ હેડ ક્વાટર્સના જાપતાના પોલીસ કર્મચારીએ 500-700 મીટર દોડીને સિક્યુરિટીની મદદથી ફિલ્મી ઢબે ઝડપી પાડી ફરી પ્રિઝનર વોર્ડમાં બંધ કરી દીધો હતો. અત્રો ઉલ્લેખનિય છે, ઝાડીઓમાં સૂઈને સંતાઈ ગયો હતો અને એના પગ જ દેખાતા હતા. આરોપી રોહિત પટેલ માનસિક બીમાર હોવાથી સારવાર માટે 9 ઓગસ્ટે સિવિલમાં દાખલ કરાયો હતો.
કેદી ભાગતા પડી જતા પકડાઈ ગયો
સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે આજે સિવિલના તાત્કાલિક પ્રવેશદ્વાર પર જ નોકરી હતી. એક યુવક દોડીને બહાર નીકળી ગયો હતો. જેની પાછળ પોલીસ કર્મચારી પકડો પકડોની બુમો પાડી દોડી રહ્યો હતો. લોકો પણ એને પકડવા દોડી રહ્યા હતા. ઘટના લગભગ સાડા નવ વાગ્યાની હતી. લોકોની બૂમાબૂમથી સિક્યુરિટી અલર્ટ થઈ ગઈ હતી. પણ એ જ સેકન્ડમાં આરોપી ત્યાંથી દોડીને પસાર થઈ ગયો હતો. જેથી ગેટ પર તૈનાત સિક્યુરિટીના જવાન હુસેન સાલે, સતેન્દ્રર યાદવ, આરોપી પાછળ દોડ્યા હતા. કેન્સર હોસ્પિટલ બહાર ઝાડીઓમાં સૂઈને સંતાઈ ગયો હતો. એના પગ જ દેખાતા હતા. પકડવા ગયા તો ફરી ભાગ્યોને મેડિકલ સ્ટોરવાળા બિલ્ડીંગની બાજુમાં પડી જતા પકડાઈ ગયો હતો.
પ્રિઝનર વોર્ડમાં ફરી બંધ કરી દેવાયો
વધુમાં જણાવ્યું હતું કે, આરોપી રોહિત પટેલ પાછળ લોકો પણ દોડ્યા હતા એટલે એ પકડાય ગયા બાદ ગભરાય ગયો હતો એને તાત્કાલિક લોકોની ભીડ વચ્ચેથી સિક્યુરિટી ઓફિસમાં લઈ આવ્યા હતા અને ત્યારબાદ પ્રિઝનર વોર્ડમાં બંધ કરી દેવાયો હતો. રોહિત લગભગ હત્યા કેસનો આરોપી હોવાનું જાણવા મળ્યું હતું.શક્તિ સિક્યુરિટી ગાર્ડની પ્રશંસનીય કામગીરીથી ભાગેલો આરોપી પોલીસના હાથે ચઢ્યો હતો.
બે દિવસથી ભાગવાનું પ્લાનિંગ કરતો હોવાની શક્યતા
મળતી માહિતી પ્રમાણે, કેદી રોહિત પટેલે છેલ્લા બે દિવસથી ભાગવાનું પ્લાનિંગ કરતો હોવાની શક્યતા છે. પ્રિઝનર વોર્ડ કચરા-પોતા માટે ખોલવામાં આવતાની સાથે જ રાહુલ નાસી ગયો હતો. જોકે, પોલીસ અને સિક્યુરિટીની સતર્કતાના કારણે ઝડપાઈ ગયો હતો.
બે દિવસ પહેલા પણ એક આરોપી ભાગી ગયો હતો
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન બહારથી બે દિવસ પહેલા પોસ્કોના કેસનો એક આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતાં પોલીસ દોડતી થઈ ગઇ હતી. માનસિક બિમાર કિશોરીનું અપહરણ બાદ ગેંગરેપ કેસમાં પોલીસે 8મી ઓગસ્ટના રોજ રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણને પકડ્યો હતો. ચાર આરોપીઓમાંથી અગાઉ ત્રણ ઝડપાયા હતાં. જ્યારે રામચંદ્ર ઝડપાયા બાદ આજે તેને કોર્ટમાં લઈ જતી વખતે આરોપી પોલોસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ભાગી ગયો હતો. જેને પોલીસે સુરતથી 30 કિમી દૂર આવેલા સાયણથી ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.