તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યાય માટે માગ:સુરત લાજપોર જેલથી છુટવાના એક દિવસ પહેલાં જ ભુજના પાસાના કેદીનું હોજરી ફાટી જતા મોત, પરિવારની ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માગ

સુરતએક મહિનો પહેલા
લાજપોર જેલમાં પાસાની સાજા કાપી રહેલા આરોપીનું મોત.
  • જેલમાં મારામારીમાં થયેલી ઈજાના કારણે મોત થયું હોવાનો પરિવારનો આક્ષેપ

લાજપોર જેલથી છુટવાના એક દિવસ પહેલાં ભુજથી પાસામાં લાજપોર જેલમાં બંધ કેદીની હોજરી ફાટી જતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જોકે, 4 દિવસ પહેલા આરોપીએ ભાઈને ફોન પર જેલમાં પોતાની મારામારી થતા ઈજા થયાનું જણાવ્યું હોવાથી તેના કારણે મોત થયું હોવાનો આરોપીના ભાઈએ આક્ષેપ કર્યો હતો અને ફોરેન્સીક પીએમની માંગણી કરી હતી. પીએમમાં આરોપીની હોજરી ફાટી જવાથી મોત નીપજ્યાનું સામે આવ્યું છે.

મૃતકે નાનાભાઈને જેલમાં મારામારી થઈ હોવાનું જણાવ્યું હતું
કચ્છ ભુજના રહેવાસી અસ્લમ ઈસ્માઈલ ચાકી(32) ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મારામારીના કેસમાં તેને સાડાત્રણ મહિના પહેલા પાસા હેઠળ લાજપોર જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. મંગળવારે અસ્લમની તબિયત લથડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને સારવાર માટે દાખલ કરાયા બાદ સારવારમાં તેનું મોત નિપજ્યું હતું. અસ્લમના મોતની જાણ તેના પરિવારને કરાઈ હતી. જેથી પરિવારના સભ્યો સુરત આવી પહોંંચ્યા હતા. અસ્લમની જેલમાં કોઈની સાથે મારામારી થઈ હતી. તેમાં થયેલી ઈજાના કારણે તેનું મોત નિપજ્યું હોવાનો પરિવારે અાક્ષેપ કરી ફોરેન્સિક પીએમની માંગણી કરી હતી.

મૃતક મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો.
મૃતક મારામારીના કેસમાં સાડા ત્રણ મહિનાથી પાસામાં સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો.

ભાઈને ફોન કરી મારામારી થયાનું જણાવ્યું હતું
અસ્લમના ભાઈ આસીફે જણાવ્યું હતું કે ચાર દિવસ પહેલા તેણે ફોન કર્યો હતો અને જેલમાં મારામારી થઈ હોવાનું તેમજ તેના કારણે પેટમાં અને શરીરમાં દુ:ખાવો થતો અને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સિવિલમાંથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા તેની પણ અમને જાણ કરાઈ ન હતી. મંગળવારે જેલમાંથી ફોન આવ્યો હતો અને મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેલમાં મારામારીના કારણે જ તેમનું મોત નિપજ્યું છે.

ફેફસા સુધી હોજરી ચડી
સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડોક્ટરે જણાવ્યું હતું કે મૃતકનું મોત હોજરી ફાટી જવાના કારણે થયું છે. હોજરીનો ભાગ ફાટીને ફેફસા સુધી ચડી ગયો હતો. મારામારીના કારણે અથવા પડી જવાના કારણે આવુ થઈ શકે છે.

કોઈ મારામારી થઈ નથી
શ્વાસની તકલીફ હતી એટલે રીફર કર્યો હતો લાંબી બીમારી છે ટીબીની બીમારી હતી જેલમાં કોઈ મારામારી થઈ નથી અને કોઈ સાથે દુશ્મનાવટ નથી. માંદગીના કારણે મોત થયું છે. - મનોજ નિનામા, જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ, લાજપોર મધ્યસ્થ જેલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો