તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લેડી એડવોકેટ્સ કમિટીએ માંગણી કરી, ‘વકીલ મંડળની ચૂંટણીમાં મહિલાને પ્રતિનિધિત્વ આપો’

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વકીલમંડળમાં 1750 મહિલા વકીલો

સુરત ડિસ્ટ્રિક્ટ લેડી એડવોકેટ્સ એકિટવ કમિટિ દ્વારા વકીલ મંડળની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક રજૂઆત કરવામાં આવી છે જેમાં આગામી ચુંટણીમા મહિલા વકીલ (એલ.આર.)ને એક પ્રતિનિધિ તરીકે કાયદાકીય પદ આપવાની ડિમાન્ડ કરવામાં આવી છે. વકીલ મંડળની ચૂંટણીમાં મહિલા વકીલને પ્રતિનિધિત્વ આપવાના મુદે વધુ માહિતી આપતા એડવોકેટ પ્રીતી જોષીએ કહ્યું હતું કે,‘વકીલ મંડળની પ્રવૃત્તિમાં મહિલા વકીલોનો સિંહફાળો છે. અંદાજે 1750 જેટલી મહિલા વકીલો નોંધાયેલી છે.

જેથી મહિલાઓ માટે અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપવા માટે તેમજ અન્ય જિલ્લાઓના મંડળમાં કાયમી મહિલાઓની પોસ્ટ આપવામાં આવી છે જ. જે ધ્યાને લેતા સુરત જિલ્લામાં જ મહિલા વકીલનું પ્રતિનિધિત્વ નથી જે બાબત ખેદજનક છે.

વકીલ મંડળની આગામી ચૂંટણીને લઇને વકીલ મંડળને જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં વધુમાં જણાવાયુ છે કે વકીલ મંડળની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે એક મહિલા વકીલને પણ આમાં પ્રતિનિધિત્વ મળવું જોઇએ. મહિલા પ્રતિનિધિત્વની બાબત ખૂબ જ વાજબી અને ન્યાયોચિત છે. તથા વર્ષ 2021ની ચૂંટણી નજીકમાં જ છે જેથી મહિલા વકીલોના હિતમાં એક એલ.આર.ની બેઠકનું આયોજન કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...