કોર્ટનો હુકમ:જૂની બીમારીનું કહી વીમો નકારતી કંપનીને લપડાક

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 65 હજારનું મેડિકલ બિલ નામંજૂર કર્યું હતું
  • કંપનીએ પુરાવા વગર અનુમાન લગાવી દીધું

પુણાગામ ખાતે રહેતા યુવાનના કેસમાં વીમા કંપનીએ એમ કહીને ક્લેઇમ નકારી કાઢ્યો તો કે દર્દીને અગાઉથી બિમારી હતી. જોકે, કોર્ટમાં દલીલો દરમિયાન વીમા કંપની પુરાવા સાથે એ સાબિત નહી કરી શકતા ગ્રાહક કોર્ટે ફરિયાદીને રૂપિયા 65 હજારનો ક્લેઇમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ નરેશ નાવડિયાએ દલીલો કરી હતી.

કેસની વિગત મુજબ પુણા ગામના એક યુવાનને જમણા ખભાની સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હતી. અને ઘણા દિવસ સુધી સારવાર ચાલી હતી. જેનું રૂપિયા 65,227નું બિલ થયુ હતુ. આ રૂપિયા ચૂકવવાથી વીમા કંપનીએ ઇન્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે વીમો લેનારને બિમારી અગાઉથી હતી.

આ અંગે ગ્રાહક કોર્ટમાં કેસ કરાતા ત્યાં ફરિયાદ તરફે દલીલ કરાઈ હતી કે અગાઉથી બિમારી હોય એવો એકેય પુરાવો આપવામાં આવ્યો નથી. જેથી વીમા કંપનીનો બચાવ ટકી શકે નહીં. દલીલા બોદ કોર્ટે વીમા કંપનીને ક્લેઇમની રકમ નવ ટકા સાથે ચૂકવી આપવા ઉપરાંત હેરાનગતિના ત્રણ હજાર તથા ખર્ચના બે હજાર ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...