તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નિભાવ માટે પૈસા ખૂટતાં 39 ગાર્ડન પીપીપી ધોરણે અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે ગાર્ડનોમાં ફૂડકોર્ટ ઉભા કરવા પાલિકાનું આયોજન

શહેરના ગાર્ડનોના મેઇન્ટેનન્સ માટે પાલિકા હાંફી રહી હોવાથી પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (પીપીપી) ધોરણે આપવાની તૈયારી કરવામાં શાસકો વ્યસ્ત બન્યા છે. અગાઉ 10 ગાર્ડન અને 1 લેક ગાર્ડનને તો પીપીપી ધોરણે ફાળવી દીધો છે ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં ઝિરો અવર્સ દરમિયાન બાકી ગાર્ડનો પણ પીપીપી ધોરણે આપવા તૈયારી કરાઈ રહી છે.

આવી સ્થિતિ વચ્ચે રૂપિયા 77 લાખના ખર્ચે કાર ખરીદવાની દરખાસ્તને સ્થાયી સમિતિએ મંજુરી આપતા વિપક્ષ વિરોધ કરી રહ્યો છે. સ્થાયી ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, ગાર્ડનો માટે નવી સિસ્ટમ બનાવી છે તેથી શહેરીજનો માટે ફરવા લાયક જગ્યા મળશે. આ ગાર્ડનોમાં ફૂડ કોર્ટ પણ ઉભા કરાશે.

મેયર સહિત 5 માટે નવી ઈનોવા ખરીદાશે, વિપક્ષની બાદબાકી
સુરત પાલિકા પાસે પ્રજાના વિકાસના કામો કરવા માટે પૈસા ખૂટી ગયા છે પણ શાસકો પોતાના માટે નવી કારની ખરીદી કરી રહ્યાં છે. વર્ષ 2014માં મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર માટે નવી કાર ખરીદવામાં આવી હતી. માત્ર સાત વર્ષમાં જ આ કાર જૂની થઈ ગઈ હોવાથી અને ખર્ચો વધી ગયો હોવાના બહાને 77 લાખના ખર્ચે નવી પાંચ કાર ખરીદવા માટે સ્ટેન્ડિંગ કમિટિમાં મૂકાયેલી દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં મેયર, ડે.મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા અને કમિશનરને નવી કાર મળશે પણ વિપક્ષી નેતાની બાદબાકી કરી દેવામાં આવી છે.

દરખાસ્તમાં સ્પષ્ટ જણાવાયું છે કે, 2014માં ખરીદેલી કારમાં છેલ્લા પાંચ વર્ષમાં રિપેરીંગ માટે ખૂબ જ ખર્ચ થયો છે અને આ કાર બગડી જતી હોવાની ફરિયાદો પણ વારંવાર મળી રહી છે જેના કારણે નવી કાર ખરીદવાની જરૂરિયાત ઉભી થઈ છે. જૂની કારસુરતમાં આવનારા વીવીઆઈપી વિિઝટર્સ માટે ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...