તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્કયુ:800 દવાખાનામાં ફાયર સેફ્ટીનો અભાવ, 111 પાસે જ એનઓસી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોકડ્રીલ : લેડરનો ઉપયોગ કરી હોસ્પિટલ સ્ટાફ-દર્દીને બચાવાયા - Divya Bhaskar
મોકડ્રીલ : લેડરનો ઉપયોગ કરી હોસ્પિટલ સ્ટાફ-દર્દીને બચાવાયા
  • રાજકોટની આગને પગલે હોસ્પિટલો-ક્લિનિકોનો સરવે
  • ફાયર સેફ્ટી ન હોઈ નોટિસ, એલિવેશનોને દૂર કરવા સૂચના

સુરત ની શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં 5ના મોતની કરૂણાંતિકાના પડઘમ સુરત ખાતે પડ્યાં છે. ફાયરે કરેલા સરવેમાં 800 હોસ્પિટલો-ક્લિનિકોમાં ફાયર સેફ્ટીના છિંડા મળી આવ્યા હોય તમામને નોટિસ ફટકારાઈ છે. તેમાં 111 હોસ્પિટલોમાં ફાયર સિસ્ટમ ઉભી કરાઈ હોય એનઓસી લીધી હોવાનું જણાયું છે. તક્ષશિલા અગ્નિકાંડ જેવી દુર્ઘટના છતાં હોસ્પિટલોમાં બેદરકારી જણાઈ રહી છે. લાલ દરવાજાની આયુષ, ડાયમંડ હોસ્પિટલ, પીપલોદ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી કાર્યરત નહીં હોઇ આ હોસ્પિટલોમાં નોટિસ ફટકારી હોવાનું ઇન્ચાર્જ સીએફઓ બસંત પરિકે જણાવ્યું છે.

શહેરમાં પણ ફાયર ઓફિસરોને દોડાવાયા
સીએફઓ બસંત પરિકે જણાવ્યું હતું કે, શહેરમાં અગાઉની જેમ તમામ ડિવિ.ઓફિસરો, ફાયર ઓફિસરોએ શહેર વિકાસ વિભાગ સાથે મળી સરવે હાથધર્યો હતો. સરવેમાં કેટલીક હોસ્પિટલોમાં ગ્લાસ એલિવેશન તથા ફસાડ પણ જણાતા તેને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે.

મોકડ્રીલ : લેડરનો ઉપયોગ કરી હોસ્પિટલ સ્ટાફ-દર્દીને બચાવાયા
ફાયર વિભાગે પિપલોદની સનશાઈન હોસ્પિટલમાં મોકડ્રિલનું આયોજન કર્યું હતું. આગ લાગતાં ફાયર વિભાગે લેડરનો ઉપયોગ કરીને આગ કાબુમાં લઈ ડોક્ટર-દર્દી સહિત 8 લોકોને બચાવી મોકડ્રીલ પૂર્ણ કર્યું હતું.

ટ્રાઈસ્ટારમાં 9 દિન પૂર્વે જ આગ લાગી હતી
ટ્રાઈસ્ટાર ખાતે 9 દિવસ પહેલાં જ વાયરિંગમાં શોર્ટસર્કીટને લીધે આગ લાગી ગઈ હતી. દર્દીઓ ગુંગળાવા માંડતાં કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા હતાં. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પહોંચી જઇ દર્દીઓને સ્ટાફ સાથે મળીને અન્ય હોસ્પિટલ શિફ્ટ કરવાના રેશ્ક્યુ ઓપરેશન સાથે આગ પર કાબૂ મેળવી લેતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

તક્ષશિલા અગ્નિકાંડ બાદ હજુ બેદરકારી
તક્ષશિલા અગ્નિકાંડ, રઘુવીર માર્કેટની આગ દુર્ઘટનાને પગલે પાલિકાના શહેર વિકાસ અને ફાયર બ્રિગેડે મોટાપાયે સરવે, સિલિંગ અભિયાન હાથ ધર્યું હતું. નોટિસો પણ અપાઈ હતી. છતાં પણ ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને ઘણાંમાં ફાયર સેફ્ટીનો અભાવ છે.

અન્ય સમાચારો પણ છે...