7 વર્ષ અગાઉ કડોદરા કોઝવે નજીક બાઇક અને ટ્રક ચાલક વચ્ચે થયેલાં અકસ્માતમાં ટ્રક ખાડામાં ઉતરી પડતા માલિકે રૂપિયા 5 લાખના નુકસાનીના દાવા સાથે ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી. અલબત્ત, 10 દિવસ બાદ પેપર્સ રજૂ કરાતા વીમા કંપની તરફે એડવોકેટ દર્શન શાહની દલીલો બાદ કોર્ટે અરજી નામંજૂર કરી હતી. અકસ્માત બાદ જરૂરી પેપર્સ ઊભા કરીને ક્લેઇમ કરાયો હોવાની દલીલ કરાઈ હતી. વધુમાં આ કેસમાં કોઈ પોલીસ એફઆરઆઈ પણ કરવામાં આવી ન હતી.
સમગ્ર કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, સર્વે રિપોર્ટ જોતા સર્વેયર દ્વારા સર્વે રિપોર્ટમાં નોંધ કર્યા મુજબ 10 દિવસ મોડે જાણ કરાઈ છે. જેનું કારણ વાહનની પરમીટ ન હોવાને કારણે નવી હકીકત ઊભી કરી પાછળથી ક્લેઇમ કરવામાં આવ્યું છે. અકસ્માતના ફોટો જે તારીખના છે તેના 10 દિવસ બાદ એવું બતાવાયું છે કે, આ તારીખે અકસ્માત થયો છે. ઉપરાંત આ અંગેની કોઈ એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી. વાહનની સ્થિતિને જોતા ડ્રાઈવરને ઇજા થઈ હોવી જોઇએ પરંતુ કાગળ પર ડ્રાઈવરને કોઈ ઇજા બતાવવામાં આવી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.