ભાસ્કર વિશેષ:લેબગ્રોન- પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ માત્ર 3 મહિનામાં 91 ટકા વધ્યું, ગોલ્ડ જ્વેલરીમાં 30 ટકાનો વધારો થયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતા ચાલુ વર્ષે એપ્રિલથી જૂનમાં નેચરલ હીરાના એક્સપોર્ટમાં 6 ટકાનો વધારો

શહેરના ઉદ્યોગ માટે એક સારા સમાચાર એ છે કે અન્ય ઉદ્યોગોની સરખામણીમાં હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ અને તૈયાર હીરાની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં લેબગ્રોન કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં 91 ટકા અને ગોલ્ડ જ્વેલરીમાં 30 ટકાથી વધુનો વધારો થયો છે.

રશિયા- યુક્રેન યુદ્ધના કારણે રશિયાની રફમાંથી બનેલા હીરા પર અમેરિકન બાયરો દ્વારા બેન લગાવી દેવાયો હતો. બીજી તરફ ભારતમાં આયાતથી કુલ રફમાંથી 30 ટકા રફ રશિયાથી આયાત થાય છે. ત્યારે રફની શોર્ટ સપ્લાય વચ્ચે સુરતમાં તૈયાર હીરાની નિકાસમાં વધારો થયો છે. વર્ષ 2021ના જૂનની સરખામણીમાં વર્ષ 2022ના જૂન મહિનાની નિકાસમાં 8.45 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021ના જૂનમાં 14510 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે આ વર્ષે જૂનમાં 15737 કરોડના હીરાનું એક્સપોર્ટ થયું છે હતું. જ્યારે 2021માં એપ્રિલથી જૂનમાં 45731 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. આ એપ્રિલથી જૂનમાં 48347 કરોડના કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું છે. ગત વર્ષ એપ્રિલથી જૂનની સરખામણીમાં આ વર્ષે એપ્રિલથી જૂન સુધીમાં એક્સપોર્ટમાં 5.72 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021માં એપ્રિલથી જૂન મહિનામાસ 1918 કરોડના લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ થયું હતું. જ્યારે વર્ષ 2022માં એપ્રિલથી જૂન મહિનામા 3669 કરોડના લેબગ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરા એક્સપોર્ટ થયા હતાં. એટલે ગત વર્ષે એપ્રિલથી જૂનની સરખામણીમાં આ વર્ષે હેબ્રોન કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સ પોર્ટમાં 91.24 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2021ના એપ્રિલથી જૂન મહિનામા પ્લેન અને સ્ટેડી મળીને ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટ 12763 કરોડ રૂપિયાનું થયું હતું ત્યારે વર્ષ 2022ના એપ્રિલથી જૂન મહિનામા 16694.2 કરોડ રૂપિયાનું થયું હતું. ગત વર્ષ એપ્રિલથી જૂન મહિનાની સરખામણીમાં આ વર્ષે ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટમાં 30.8 ટકાનો વધારો થયો હતો.

રશિયા-યુક્રેન યુદ્ધની અસર વચ્ચે પણ હીરાના એક્સપોર્ટમાં વધારો

કોમોડિટી2021 એપ્રિલ-જૂન2022 એપ્રિલ-જૂનવધારો
તૈયાર હીરા45731.37 કરોડ48347.19 કરોડ5.72 ટકા
લેબગ્રોન તૈયાર હીરા1918.59 કરોડ3669.09 કરોડ91.24 ટકા
ગોલ્ડ જ્વેલરી12763.27 કરોડ16694.2 કરોડ30.8 ટકા
સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી7570.3 કરોડ9809. 54 કરોડ29.58 ટકા
સિલ્વર જ્વેલરી4652.37 કરોડ6258.23 કરોડ34.52 ટકા
કલર જેમ સ્ટોન455.7 કરોડ767.03 કરોડ68.32 ટકા
અન્ય સમાચારો પણ છે...