તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:લબ્ધિ મિલ પાસે ફાયર સેફટીની NOC ન હતી, મિલની ચીમની સાથે જોડાયેલા પતરા તૂટેલા જોતા જ અધિકારીએ કહ્યું, આગ લાગી શકે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
અશ્વિનીકુમાર રોડ અને ભવાની સર્કલ નજીક આવેલી લબ્ધિ મિલમાં આગ લાગતા ધુમાડા ફેલાયા હતાં. આવી સ્થિતિમાં ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને મિલના પાછળના ભાગેથી લોકોને રેસ્ક્યુ કર્યા હતાં. - Divya Bhaskar
અશ્વિનીકુમાર રોડ અને ભવાની સર્કલ નજીક આવેલી લબ્ધિ મિલમાં આગ લાગતા ધુમાડા ફેલાયા હતાં. આવી સ્થિતિમાં ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને મિલના પાછળના ભાગેથી લોકોને રેસ્ક્યુ કર્યા હતાં.
 • GPCBએ બે મહિના પહેલા જ મિલમાં ક્ષતિ હોવાનો રિપોર્ટ કર્યો હતો
 • આગની ઘટના બાદ મિલ સીલ, ભવાની સર્કલ પર પ્રદૂષણ ઓકતી ડાઇંગ મિલોને માનવ અધિકાર આયોગે નોટિસ આપી હતી

35થી વધુ લોકોનો જીવ જોખમમાં મુકનાર એ.કે.રોડ પર આવેલી લબ્ધિ મીલને ફાયર સેફ્ટીના પુરતા સાધનો ન હોવાને કારણે ફાયર એન.ઓ.સી આપવામાં આવી જ ન હતી. આ સાથે બે મહિના પહેલા બે મહિના પહેલા જ જીપીસીબીએ લબ્ધી મિલના સ્ટેન્ટર મશીનમાં ક્ષતિ હોવાનો રિપોર્ટ કર્યો હતો. ડે. કમિશનર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મિલ તરફથી ફાયર એનઓસી અરજી કરી હતી. પરંતુ ફાયરના સાધનો ન હોવાથી આપી ન હતી. લબ્ધિ મીલને સીલ કરાઇ હતી. મિલના પાર્ટનર બીરેન વખારીયાએ જણાવ્યું કે, આગ કુદરતી રીતે લાગી છે. જાનહાની થઈ નથી. જીપીસીબીની સૂચના મુજબ બધું ઓકે કર્યું હતું.

બેભાન વ્યક્તિને ઉચકીને રેસ્ક્યુ કરાયો
ઇન્ચાર્જ ફાયર ઓફિસર​​​​​​ હિતેશ ઠાકોર એ જણાવ્યુ કે, મીલમાં બીજા માળે કુલ 35 જેટલા કર્મચારીઓ ફસાઈ ગયા હતા. અમે પહોંત્યા ત્યારે આગળના ભાગેથી કપડાની મદદથી કર્મચારીઓ નીચે ઉતરવાનો પ્રયાસ કરતા હતા. જેથી તેમને તાત્કાલિક સીડીની મદદથી રેસ્ક્યુ કર્યા હતાં. ધુમાડામાં ફસાયેલાઓની સાથે એક ભોલા ચૌહાણ(28) નામનો વ્યક્તિ અર્ધબેભાન હાલતમાં હતો. તેને ઉચકીને સ્ટેરની મદદથી રેસ્ક્યુ કર્યો હતો. મીલના આગળના ભાગમાંથી 18 જેટલી વ્યક્તિઓને અને પાછળના ભાગમાંથી 13થી વધુ વ્યક્તિઓને રેસ્ક્યુ કરાયા હતા.

મિલના પાછળના ભાગેથી આ રીતે ફાયર કર્મીઓએ રસ્ક્યુ કર્યું

સીડીની મદદથી રેસ્ક્યુ કર્યા હતાં.
સીડીની મદદથી રેસ્ક્યુ કર્યા હતાં.

લબ્ધિ મીલની ચીમનીમાંથી નીકળતાં ધુમાડાના લીધે આંખો બળ‌તી હોવાની દોઢ વર્ષ પહેલાં સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. તેમણે વરાછા પોલીસ સ્ટેશન, જીપીસીબી સુરત, જિલ્લા કલેક્ટર અને પાલિકાને કરેલી ફરિયાદમાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. જેથી તેમણે 30મી જાન્યુઆરી-2020ના રોજ ગાંધીનગરના ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં મીલના પ્રદુષણની ફરિયાદ કરતાં જિલ્લા કલેક્ટર, જીપીસીબી અને પાલિકાને મીલમાં તપાસ કરી 20 દિવસમાં રિપોર્ટ કરવા નોટિસ આપી હતી.

ઇન્સ્પેક્શન દરમ્યાન પણ ચીમની સાથે નીચે એર પાસ કરવા માટે જોડાયેલા મશીનનાં પતરા તૂટેલાં હતાં.
ઇન્સ્પેક્શન દરમ્યાન પણ ચીમની સાથે નીચે એર પાસ કરવા માટે જોડાયેલા મશીનનાં પતરા તૂટેલાં હતાં.

ઇન્સ્પેક્શનમાં જીપીસીબી તેમજ જિલ્લા વહીવટી કર્મીઓ સાથે ગયેલાં ફરિયાદી વિશાલ વસોયાએ જણાવ્યું કે, ઇન્સ્પેક્શન દરમ્યાન પણ ચીમની સાથે નીચે એર પાસ કરવા માટે જોડાયેલા મશીનનાં પતરા તૂટેલાં હતાં. તેમણે ઇન્સ્પેક્શનમાં સાથે આવેલાં અધિકારીઓએ મીલ સંચાલકોને કહ્યુ હતું કે ‘તૂટેલાં પતરાં આમ ન ચાલે, આગ લાગી શકે છે’ આયોગે ઇન્સ્પેક્શન રિપોર્ટના આધારે જિલ્લા તંત્રને કાર્યવાહીની સુચના આપી હતી. જે અંગે ભાસ્કરે અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે બે મહિના પહેલા જ GPBCએ લબ્ધિ મિલના સ્ટેન્ટર મશીનમાં ક્ષતિ હોવાનો રિપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો