તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સુરત સિવિલમાં કાયમી નિમણૂંક આપવાની માગ સાથે લેબ ટેક્નિશિયનોએ આવેદનપત્ર આપી હડતાળની ચીમકી ઉચ્ચારી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફિક્સ પગારમાં કામ કરનારા કર્મચારીઓએ રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ફિક્સ પગારમાં કામ કરનારા કર્મચારીઓએ રજૂઆત કરી હતી.
  • 2013માં નિમણૂંક આપ્યા બાદ કાયમી ન કરાતા રજૂઆત કરાઈ

કોરોના સંક્રમણની સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં હડતાળના શસ્ત્રો પણ મેડિકલ સ્ટાફ દ્વારા ઉગામવામાં આવી રહ્યાં છે. જેમાં ડોક્ટર બાદ હવે કાયમી કરવાની માગ સાથએ લેબ ટેક્નિશિયનો દ્વારા આવેદનપત્ર આપીને કાયમગી નિમણૂ કરવાની માગ કરાઈ છે.ગુજરાત સરકાર દ્વારા મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ૧૯૬૭ અનુસાર પાંચ વર્ષના સમયગાળા માટે લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટમાં વર્ગ -૩ કર્મચારી તરીકે ફિક્સ પગારથી ૨૦૧૩ માં નિમણૂંક આપવામાં આવેલ હતી.જેમને કાયમી કરવા રજૂઆત કરવામાં આવી છે. જો એમ ન થાય તો હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે.

300 ટેક્નિશયનો ફિક્સ પગારમાં
સરકારના ૨૦૦૪ ના ઠરાવ પ્રમાણે પાંચ વર્ષના કરાર કર્મચારીઓને પાંચ વર્ષ પૂર્ણ થતા કાયમી કર્મચારી તરીકે નિમણૂંક આપવામાં આવે છે.પરંતુ ઓજસ સીધી ભરતીના આશરે ૩૦૦ જેટલા લેબ ટેક્નિશિયન અને લેબ આસીસ્ટન્ટોને ફિક્સ પગારના પાંચ વર્ષ ઉપરાંત બીજા ૩ (ત્રણ ) વર્ષ વીતવા છતાંય હજુ સુધી નિયમિત નિમણૂંક ના આદેશો થયેલ નથી જયારે આજ ભરતી હેઠળના જુ. ફાર્માસિસ્ટ તથા એક્સ રે ટેક્નિશિયન ને ૨૦૧૮ માં જ નિયમિત કરી દેવામાં આવેલા છે .

અગાઉ પણ રજૂઆત થયેલી
રજૂઆત કર્તાઓએ કહ્યું કે, આ અંગે અમોએ ૨૦૧૮ બાદ વખતોવખત લેખિત તેમજ રૂબરૂ જઈ માનનીય મુખ્યમંત્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય અગ્ર સચિવ તથા અધિક નિયામશ્રી ( ત. શિ.) ને રજૂઆતો કરેલ છે.દરેક વખતે થઈ જશે ના આશ્વાસનો મળેલ છે પરંતુ હજુ સુઘી અમારો નિયમિત નિમણૂંકનો પ્રશ્ન હાલ થયેલ નથી.કોરોનાની વૈશ્વિક મહામારીમાં આમોયે સેમ્પલ લેવાની તથા રિપોર્ટિંગ ની કામગીરી દિવસ રાત નિષ્ઠાપૂર્વક બજાવેલી છે. આટઆટલી કામગીરી કરવા છતાંય જો આરોગ્ય કર્મચારી તરીકે અમારે ૮ વર્ષ સુધી ફિક્સ પગાર માં કામ કરવું પડે અને ખાસ તો ૫ વર્ષ બાદ કોઈપણ રજા કે ભથ્થાના લાભ વિના એ ખુબ જ માનસિક અને આર્થિક તાણ આપનારું બની ગયું છે.

નિયમ પ્રમાણે કાયમી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
નિયમ પ્રમાણે કાયમી કરવાની રજૂઆત કરવામાં આવી હતી.

હડતાળની ચીમકી
અમોને અન્ય રાજ્ય કર્મચારીની જેમ તમામ લાભ સાથે નિયમિત નિમણૂંકમાં સમાવેશ સારું આપની કક્ષાએથી યોગ્ય અને ત્વરિત કાર્યવાહી કરશો.અમારી અગાઉની બધી રજૂઆતોને ધ્યાને રાખી કોઈ સંતોષકારક જવાબ ના મળતા આ પત્ર પાઠવીએ છીએ અને આપને વિનંતી કરીયે છીએ કે અમારી આ રજૂઆત મળ્યેથી દિન -૧૦ તા -૧૭ -૦૫ -૨૦૨૧ સુધીમાં અમોને કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમો તમામ કર્મચારીઓને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધી આ કોરાના કાળમાં અમારા હક્ક સારું કામગીરી સ્થગિત કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રી ની રહેશે જે આપ સાહેબ ને વિદિત થાય તેમ વધુમાં જણાવ્યું હતું.