તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેમડેસિવિર કૌભાંડ:ધર્મશાળામાં છુપાયેલો લેબ ટેક્નિશીયન પકડાયો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મીમેરમાં નોકરી કરતો હતો ત્યારે 3 ઈન્જેક્શન આપ્યા હતા

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં એક માસથી મંદિરો અને ધર્મશાળામાં રહેતા લેબ ટેક્નિશીયનને ડીસીબીની ટીમે ઘરેથી દબોચ્યો છે. મૂળ ભાવનગરના મહુવાનો વતની અને હાલ પુણાગામ સીતારામ સોસાયટીમાં રહેતો આરોપી વિશાલ જેરામ લાડુમોર(22) સ્મીમેર હોસ્પિટલમાં કોવિડ-19 કોન્ટ્રાક્ટમાં લેબ ટેક્નિશીયન તરીકે નોકરી કરતો હતો. વિશાલે શૈલેષ હડીયા અને નીતિન હડીયાને 3 રેમડેસિવિર આપ્યા હતા. વિશાલે પોલીસને કહ્યું, મિત્રને ઇન્જેકશનની જરૂર છે એવુ કહી શૈલેષ લઈ ગયો હતો.

જે 3 ઇન્જેકશન મિત્રો પાસે લાવ્યો હોવાનું વિશાલ રટણ કરે છે. પોલીસને આ ઈન્જેક્શન સ્મીમેરમાંથી લાવ્યાની શંકા છે.16 એપ્રિલે ક્રાઇમ બ્રાંચની ટીમે પરવટ પાટિયા વિજય મેડિકલ સ્ટોરની બહાર ડમી ગ્રાહકને મોકલતા કલ્પેશે એક ઇન્જેકશન 12 હજારમાં આપવાની વાત કરી ગોડાદરામાં ફ્યુઝન પેથોલોજી લેબ પર લઈ ગયો હતો.

જયાં પ્રદીપ કાતરીયાને 6 ઇન્જેકશ લઈ બોલાવી 70 હજાર લેતા પકડયો હતો. ત્યારબાદ આ કેસમાં લેબના માલિક શૈલેષ હડીયા અને નીતિન હડીયા,યોગેશ કવાડ, નિત્યા મેડિકલ સ્ટોરના માલિક અને નિત્યા હોસ્પિટલના પાર્ટનર વિવેક ધામેલીયાની ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં 7 ની ધરપકડ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...