સુરત ક્રાઈમ ન્યૂઝ:સુરત જિલ્લામાં 50થી વધુ જગ્યાએ GEBની ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરનાર કુમાવત ગેંગ ઝડપાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાની કુમાવત ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમબ્રાંચ. - Divya Bhaskar
રાજસ્થાની કુમાવત ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમબ્રાંચ.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં 50થી વધુ જગ્યાએ ગુના આચરી GEBની ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરતી રાજસ્થાની કુમાવત ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી છે. ગેંગે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે સીમ વિસ્તારમાં આવેલ જી.ઇ.બીની વીજ લાઈનના વાયરો સહિતની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો.

કુમાવત ગેંગ ઝડપાઈ
સુરત ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી રાત્રીના સમયે સીમમાં કામરેજ, પલસાણા, કીમ, માંડવી, બારડોલી વિસ્તારમાં વીજલાઈનના વાયરોની ચોરી કરતી ગેંગ સક્રીય છે .જે રાજસ્થાની હોય અને આજરોજ વીજકંપનીના ચોરી કરેલા તારને ટેમ્પોમાં ભરી વેચવા માટે વાલક ખોલવડ રોડ પર આવવાના હોવાની બાતમી મળી હતી. બાતમીવાળો ટેમ્પો અને ફોર વ્હિલરવાન આવતા તેને પોલીસે કોર્ડન કરી લીધી હતી. તેમાંથી રોકડા રૂપિયા, એલ્યુમિનિયમના વાયરોના બંડલો, મોબાઈલ ફોન નંગ -03 સાથે ઝડપી પાડ્યા હતા.

આરોપીએ 50 ગુનાની કબુલાત કરી
નારાયણ કુમાવત રાજસ્થાનના ભીલવાડાનો હોય પોતાની ગેંગના પપ્પુ, કનૈયાલાલ, હેમરાજ તેમજ અન્ય સાગરીતોને લઈ કામરેજ ખાતે રહેતો હોય પોતાની લાલ કલરની સ્વીફ્ટ કાર લઈને પોતાના સહ - આરિપીઓ સાથે મળી સુરત ગ્રામ્ય જિલ્લામાં રેકી કરી રાત્રીના સમયે ચાલુ વીજલાઈનના વાયરોની ચોરી કરતો હતો. પોતાની પાસે રહેલ અશોક લેલન પીક - અપ ટેમ્પોમાં માલ ભરી મુકેશ તેમજ દીપક જૈનનાઓને સસ્તા ભાવે વેચતો હોવાની કબુલાત કરેલ છે. અત્યાર સુધીમાં આશરે સુરત જિલ્લામાં અલગ - અલગ 50થી વધારે જગ્યાએ ચોરી કરેલ હોવાની કબુલાત કરતા વણ-શોધાયેલ વીજતાર ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યા છે. આરોપીઓનો પલસાણા પોસ્ટને સોંપવામાં આવેલ છે .

અન્ય સમાચારો પણ છે...